હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
સોશિયલ મીડિયાનો મિશ્ર ઉયપોગ સામે આવી રહ્યો છેસુરતના કતારગામ ધનમોરા પાસે રહેતા એ. કે. પટેલની સુરત સાયબર ક્રાઇમ સેલે ધપકડ પરીએ. કે. પટેલના એકાઉન્ટથી પીએમ મોદીની પ્રતિષ્ઠાને હાની પહોંચતું લખાણ લખતા પોલીસ એક્શનમાં આવી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો સોશિયલ મીડિયામાં મૂકી પદ પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવી પોસ્ટ મુકનારા સુરતના રત્નકલાકારની સુરત સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ એક પક્ષને લઈને બીભત્સ ગાળો પણ સોશિયલ મીડિયા લખી હતી. આ ઉપરાંત અરાજકતા ફેલાઈ તેવું કૃત્ય હોવાથી ધરપકડ કરાઈ છે.
સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરવામાં આવે તો તેનો ઘણો ફાયદો પણ થઈ શકે છે. પરંતુ ઘણીવાર સોશિયલ મીડિયાના દુરુપયોગને કારણે લોકોને જેલમાં જવાનો વારો પણ આવે છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના કતારગામ ધનમોરા પાસે રહેતા અરવિંદ ભાઈ ઉર્ફે એ.કે.પટેલની સુરત સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પદપ્રતિષ્ઠાને હાનિ પહોંચે તે માટે તેઓનો ફોટો મૂકી વિવિધ કોમેન્ટ કરી હતી. આ ઉપરાંત તેણે એક રાજકીય પાર્ટીને લઈને બીભત્સ ગાળો પણ લખી હતી અને લોકોમાં અરજકતા ફેલાઈ તેવી પોસ્ટ પણ કરી હતી. જેથી તેની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં ઝડપાયેલો આરોપી રત્નકલાકાર છે અને તે મૂળ જેતપુરનો વતની હાલ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ધનમોરા પાસે રહે છે.