હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
હીરાઉદ્યોગ મા યુક્રેન રશિયા યુદ્ધ સહિત ના અનેક પરિબળો ના કારણે આવેલી મંદી ની ગંભીર અસર હીરાઉદ્યોગ ના રત્નકલાકારો ઉપર પડી છે અને મંદી ના કારણે દિવાળી ના વેકેશનો વહેલા પડી ગયા હતા અને મોડા મોડા ખુલ્યા હતા અને ઘણા નાના મોટા કારખાના તો બંધ થઈ ગયા હતા.
જેના કારણે મોટી સંખ્યા માં રત્નકલાકારો બેરોજગાર બન્યા હતા અને છેલ્લા 10 મહિના મા સુરત શહેર માથી અંદાજે 38 રત્નકલાકારો એ આપઘાત કરી લીધા ના દુઃખદ બનાવો બન્યા છે અને ઘણા કારીગરો ગુનાખોરીના રવાડે ચડી ગયા ના પણ બનાવો જોવા મળી રહ્યા છે જે ખૂબ ચિંતાજનક છે.ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત એ હીરાઉદ્યોગ ના અગ્રણીઓ શ્રી દિનેશભાઈ નાવડીયા અને અગ્રણી સંસ્થાઓ સાથે જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલ ના ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયા સાથે સંવાદ અને સંકલન કરી યુનિયન પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા તથા ઉપ પ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક એ એકમત કરી સરકારશ્રી ને રજૂઆત કરવા ની યોજના બનાવી હતી.
જેથી ગઈકાલે શ્રી દિનેશભાઈ નાવડીયા ના માર્ગદર્શન અને શ્રી વિજયભાઈ માંગુકિયા ના સમર્થન લેટર સાથે રમેશભાઈ જીલરિયા અને ભાવેશભાઈ ટાંક તથા કુણાલ ભાઈ કાચા ના પ્રતિનિધી મંડળ એ શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત ને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.
હીરાઉદ્યોગ મા છેલ્લા ઘણા સમય થી મંદી ના કારણે રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે જેથી સરકારશ્રી દ્વારા રત્નકલાકારોને આર્થિક પેકેજ તથા રત્નદીપ યોજના અને વ્યવસાય વેરો નાબુદ કરો તથા આપઘાત કરતા કારીગરો ના પરિવાર ને આર્થિક મદદ કરો અને રત્નકલાકાર કલ્યાણ બોર્ડ ની રચના કરવા ની માંગણી સરકારશ્રી સમક્ષ કરવા મા આવી છે.