Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

November 4, 2024

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

Share Post:

kamdarsamacha.com

સુરત મહાનગરપાલિકા દ્વારા હાઈડ્રોલિક વિભાગની મેઈન્ટન્સની કામગીરીને પગલે પાણી કાપનો નિર્ણય.મુખ્ય લાઈન પર વાલ્વ બદલવાની કાર્યવાહી કરવામાં આવશે.સુરત મહાનગરપાલિકા દ્વારા પાંચ ઝોનમાં આગામી 23 અને 24 માર્ચ-2023 પાણી કાપ રહેશે.સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ ધ્વારા સાઉથ(ઉધના) ઝોન-એ આવેલ ખટોદરા જળવિતરણ મથક ખાતે સરથાણા વોટર વર્કસથી આવતી ૧૩ર૧ મીમી વ્યાસની એમ.એસ. નળીકા પરના ૧૪૦૦ મીમી વ્યાસનો બટરફલાય વાલ્વ રીપ્લેસ કરવાની કામગીરી, જુના બુસ્ટર હાઉસ સહિતની ભૂગર્ભ ટાંકી નં.-૦૧ ને ભૂગર્ભ ટાંકી નં.-૦૩ સાથેના ઈન્ટરકનેકશન પર ૧ર૦૦ મીમી વ્યાસનો બટરફલાય વાલ્વ બેસાડવાની કામગીરી, સરથાણા વોટર વર્કસથી આવતી ૧૩ર૧ મીમી વ્યાસની એમ.એસ. નળીકાના કતારગામ વોટર વર્કસથી આવતી ૧પર૪ મીમી વ્યાસની એમ.એસ. નળીકા સાથેના જોડાણ પર બંધ પ્લેટ મારવાની કામગીરી તેમજ ભૂગર્ભ ટાંકી નં.-૦ર ને ભૂગર્ભ ટાંકી નં.-૦૩ સાથેના ઈન્ટરકનેકશનની અગત્યની કામગીરી તા.ર૩/૦૩/ર૦ર૩ ના રોજ સવારે ૮:૦૦ કલાકથી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે વિવિધ જળવિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકીઓ ભરી શકાય તેમ ન હોય.

kamdarsamachar.com

તા.ર૩/૦૩/ર૦ર૩ ના રોજ આ વિસ્તારમાં નહીં આવે પાણી

સાઉથ(ઉધના) ઝોન-એ માં બમરોલી તેમજ ગોવાલકની સોસાયટીઓ, પાંડેસરા જી.આઈ.ડી.સી., ખટોદરા જી.આઈ.ડી.સી. તથા તેને સંલગ્ન વિસ્તાર, પૂર્વ (વરાછા) ઝોનમાં અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, આઈમાતા રોડ તથા તેને સંલગ્ન વિસ્તાર, સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં લિંબાયત, નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર, નવાગામ(ડીંડોલી), રીંગ રોડને સમાંતર ટેક્ષાટાઈલ માર્કેટો, હળપતિ કોલોની, ડી ટેનામેન્ટ ગાંધીનગર, બેઠી કોલોની તથા તેને સંલગ્ન વિસ્તાર, સેન્ટ્રલ ઝોનમાં દિલ્હીગેટ થી ચોક બજાર, રાજમાર્ગને સમાંતર વિસ્તારો, રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, અલકાપુરી, ગોટાલાવાડી તથા તેને સંલગ્ન વિસ્તાર તેમજ સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનમાં સીવીલ હોસ્પિટલ, ભીમરાડ, ખજોદ, સરસાણા તથા સંલગ્ન વિસ્તાર, વેસુ, ભરથાણા, ડુમસ, ગવિયર, સુલતાનાબાદ, કાંદી ફળીયા, ભીમપોર તથા તેને સંલગ્ન વિસ્તારોમાં અપાતો પાણી પુરવઠો આપી શકાય તેમ નથી

kamdarsamachar.com

તા.ર૪/૦૩/ર૦ર૩ આ વિસ્તારમાં નહીં આવે પાણી.

ના રોજ સાઉથ(ઉધના) ઝોન-એ માં પાંડેસરા, પાંડેસરા જી.આઈ.ડી.સી., ઉધનાસંઘ, ખટોદરા જી.આઈ.ડી.સી. તથા તેને સંલગ્ન વિસ્તાર, પૂર્વ (વરાછા) ઝોનમાં અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા, કરંજ, ઉમરવાડા, આઈમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર, સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં મોડેલ ટાઉનથી પરવત પાટીયા સુધીનો વિસ્તાર, લિંબાયત, નીલગીરી સર્કલનો આજુબાજુનો વિસ્તાર, આંબેડકર શોપિંગ સેન્ટર તથા તેને સંલગ્ન વિસ્તાર, સેન્ટ્રલ ઝોનમાં રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રૂદરપુરા, સોની ફળીયા અને તેની આજુબાજુના વિસ્તાર તેમજ સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનમાં સીવીલ હોસ્પિટલ, અલથાણ, ભટાર, ખજોદ, સરસાણા તથા સંલગ્ન વિસ્તાર, વેસુ, રૂંઢ, મગદલ્લા, આભવા, ડુમસ, ગવિયર, સુલતાનાબાદ, કાંદી ફળીયા, ભીમપોર તથા તેને સંલગ્ન વિસ્તારોમાં અપાતો પાણી પુરવઠો અંશત: અવરોધાય/ ઓછા પ્રેશરથી/ નહીંવત મળવાની શકયતા રહેલી છે

જેની જાહેર જનતાએ નોંધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી. નાગરીકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે.

લિંક પર ક્લિક કરીને જોડાઓ  kamdarsamachar.com સાથે.

વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.


Share Post:

Read Previous

તમારૂ પાનકાર્ડ અને આધારકાર્ડ લીંક છે કે નહીં તે જોવાની સરળ રીત શું છે જાણો

Read Next

દિલ્હી પોલીસ પહોંચી રાહુલ ગાંધીના ઘરે, કોંગ્રેસના નેતાઓને અંદર જતા પોલીસ રોકે છે…

Most Popular