હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
- .ભારત સહિત ઘણાં દેશોમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટે ચિંતા વધારી છે. તેની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, એક અનુમાન અનુસાર કોરોનાના ડેલ્ટા સ્વરૂપના મામલા અત્યાર સુધીમાં 100 દેશોમાં સામે આવી ગયા છે. તેની સાથે જ ચેતવ્યા પણ છે કે આવનારા મહિનાઓમાં આ સંક્રામક વેરિઅન્ટ આખી દુનિયામાં કોરોના વાયરસનો સૌથી પ્રભાવી વેરિઅન્ટ બની જશે.
WHOએ કહ્યું કે, 29 જૂન 2021 સુધીમાં 96 દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસ સામે આવ્યા અને સંભવ છે કે વાસ્તવિક આંકડા વધારે હોય. કારણ કે વાયરસના સ્વરૂપની જાણ કરવા માટે જિનોમ સિક્વેંસિંગ ક્ષમતાઓ પણ સીમિત છે. જેમાંથી અનેક દેશોએ કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટના કારણે ત્યાં સંક્રમણના કેસો વધી રહ્યા છે અને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.
ડેલ્ટા વેરિઅન્ટ વધારે સંક્રામક છે. જેને લીધે WHOએ ચેતવણી આપી છે. જેના અનુસાર આ સ્વરૂપ અન્ય વેરિઅન્ટોની સરખામણીમાં વધારે પ્રભાવી છે. જેથી આવનારા મહિનાઓમાં સૌથી વધારે પ્રભાવશાળી વેરિઅન્ટ બનવાની આશંકા છે. કોરોના વાયરસ સામેની લડાઇ માટે આજના સમયમાં જે પગલા લેવામાં આવે છે, તે ડેલ્ટા સહિત વાયરસના અન્ય વેરિઅન્ટ્સ સામે પણ પ્રભાવી છે.ગયા અઠવાડિયે WHOના ડિરેક્ટરે કહ્યું હતું કે કોરોના વાયરસના અત્યાર સુધીમાં જેટલા પણ વેરિઅન્ટની આળખ થઇ છે. તેમાંથી ડેલ્ટા વેરિઅન્ટ સૌથી વધારે સંક્રામક છે. આ વેરિઅન્ટ એવા લોકોમાં સૌથી વધારે ફેલાઇ રહ્યો છે જેમણે કોરોના વેક્સીન લીધી નથી.
કોરોનાના આલ્ફા વેરિઅન્ટના કેસો 172 દેશોમાંથી સામે આવ્યા છે. બીટા વેરિઅન્ટના કેસો 120 દેશોમાં, ગામા વેરિઅન્ટના કેસો 72 દેશોમાં અને ડેલ્ટા વેરિઅન્ટના કેસો 96 દેશો(જેમાંથી 11 નવા દેશ છે) સામે આવ્યા છે.
- પાછલા ઘણાં અઠવાડિયાઓમાં એવું પહેલીવાર બન્યું છે, જ્યારે કોરોનાના સૌથી વધારે કેસો ભારતમાંથી સામે આવ્યા નથી. હાલના આંકડા અનુસાર 21-27 જૂનના અઠવાડિયામાં સંક્રમણના સૌથી વધારે કેસો 521298 બ્રાઝીલમાંથી સામે આવ્યા. ત્યાર પછી 351218 કેસો ભારતમાંથી સામે આવ્યા છે. જે પાછલા અઠવાડિયા કરતા 12 ટકા વધારે છે.સાઉથ ઈસ્ટ એશિયામાં સૌથી વધારે કોરોનાથી મોતો ભારતમાં થઇ છે. જ્યાં 9038 લોકોના મોત થયા છે. જે પાછલા અઠવાડિયાની તુલનામાં 45 ટકા ઓછા છે. ઘણાં દેશો એવા છે જ્યાં સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે અને હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.