હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ભારત ના બંધારણ માં આમુખ અમે ભારતના લોકો,ભારતે સર્વભોમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી ગણરાજ્ય વગેરે ઉલ્લેખ કરેલ છે. ભારત એક લોકશાહી ગણરાજ્ય છે અને આપણે સામાન્ય બોલચાલ દરમિયાન અવારનવાર લોકશાહી શબ્દ નો ઉલ્લેખ કરતાં હોય છીએ પરંતુ આ શબ્દ નો બંધારણીય અર્થ આપણે જાણતા નથી એવી રીતે 26મી જાન્યુઆરી આપણો ગણતંત્ર દિવસ ગણાય છે પણ ગણતંત્ર વિશે આપણે કંઈ જ જાણતા નથી.
લોકશાહી ની શરૂઆત:-
લોકશાહી ને અંગ્રેજીમાં ડેમોક્રસી કહેવામાં આવે છે. ડેમોક્રસી શબ્દ પ્રાચીન ગ્રીક શબ્દ “ડેમોસ” જેનો અર્થ લોકો થઈ અને “ક્રશિયા” જેનો અર્થ સત્તા અથવા શક્તિ થાય.આમ ડેમોક્રસી એટલે કે લોકશાહી નો અર્થ લોકોના હાથ માં સત્તા હોય એવી શાસન વ્યવસ્થા.
લોકશાહી ના ઈતિહાસ મુજબ ઈ.સ.પૂર્વે પાંચમી સદીમાં ગ્રીસ ના એથેન્સ માં લોકશાહી નો ઉદભવ થયો હોવાનું માનવામાં આવે છે.
લોકશાહી ના પ્રકાર
ઇ.સ.પૂર્વે પાંચમી સદી થી અત્યાર સુધી બદલાતા સમય,સંજોગો,લોકોની જરૂરિયાતો અને સમજવ્યવસ્થા ને ધ્યાન માં રાખતા લોકશાહી શાસન માં પણ ગણા ફેરફાર જોવા મળ્યા. “એક વ્યક્તિ- એક મત” નો સિદ્ધાંત તમામ જગ્યાએ યોગ્ય રીતે પ્રસ્થાપિત થઈ શક્યો નથી માટે લોકશાહી માં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ માં ત્રણ પ્રકાર ની લોકશાહી છે.
(A) પ્રત્યક્ષ (સીધી) લોકશાહી:- આ લોકશાહી નું શુદ્ધ અને મૂળ સ્વરૂપ છે. પાંચમી સદી માં એથેન્સ ની લોકશાહી આ પ્રકારની હતી જેમાં લોકો ખુદ પોતે જ દરેક રાજકીય નિર્ણયની પ્રકિયા માં ભાગ લઈ શકે. રાજ્ય ની એક એક જનતા પોતાના માટે કાયદાઓ બનાવવાની પ્રક્રિયા માં મતદાન કરી શકે એવી વ્વસ્થા. ટૂંક માં પ્રજા માટે ના તમામ નિર્ણયો ખુદ પ્રજા કરીને જ લે એવી લોકશાહી. ઉદાહરણ સાથે સમજી એ તો હાલ માં લોકો ફક્ત મત આપીને નેતાઓ ને ચુંટી શકે છે.પણ કાયદા બનાવી શકતા નથી તેમજ વિધાનસભામાં કાયદા બનાવવાની પ્રક્રિયા માં ભાગ લઈ શકતા નથી, જ્યારે સીધી લોકશાહી માં રાજ્ય માટેના દરેક નિર્ણયમાં લોકો મતદાન કરીને બહુમતી દ્વારા નિર્યણ કરી શકે છે. એથેન્સ માં સીધી લોકશાહી હતી પરંતુ જ્યારે લોકો ની સંખ્યા વિશાળ હોય ત્યારે આ વ્યવસ્થા કામ આપતી નથી એ પણ નોંધ લેવી જોઈ.દુનિયા માં સ્વિજરલેન્ડ માં સ્થાનિક, પ્રદેશિક અને રાજ્ય કક્ષા ની સરકારી વ્યવસ્થા ચાલવા માટે સીધી લોકશાહી વ્યવસ્થા અમલ માં છે. સ્વિટ્ઝલેન્ડ માં 18 વર્ષથી ઉપરનો દરેક વ્યક્તિ નક્કી કરી શકે છે કે સરકાર કઈ રીતે ચાલશે. આ સિવાય અમેરિકા ની સ્થાનિક સ્વરાજ ની વ્યવસ્થા પણ આ રીતે ચાલે છે.
(B):- પ્રતિનિધિત્વ (પરોક્ષ) લોકશાહી :- આ લોકશાહી વ્યવસ્થા માં જનતા નું સામૂહિક શક્તિનું પ્રતિનિધિત્વ કરતા માટે કોઈ વ્યક્તિ ને ચૂંટવામાં આવે છે.પરોક્ષ લોકશાહી વ્યવસ્થામાં પ્રજાના વિવિધ જૂથ, પ્રદેશ,વિસ્તાર,નગર, શહેર કે વર્ગ ને નિશ્ચિત કરીને તેમના વતી એક વ્યક્તિ ને ચૂંટવામાં આવે છે.લોકો ના નિશ્ચિત સમૂહ વતી એક વ્યક્તિ ને ચૂંટવા પાછળનું કારણ રાજકીય નિર્ણયો લેવામાં સરળતા અને ઝડપ આવે એવો છે.જ્યારે લોકો ની સંખ્યા ખૂબ જ વિશાળ પ્રમાણ માં હોય ત્યારે આ પરોક્ષ લોકશાહી વ્યવસ્થા ખૂબ જ અગત્યની બની રહે છે.જો કે પરોક્ષ લોકશાહી નબળી બાજુએ છે કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની ઈચ્છાઓનું પ્રતનિધિત્વ કરતાં નથી પરંતુ પોતાની મરજી મુજબ વર્તે છે.તેઓ પોતાના નિર્ણય લેવા સ્વતંત્ર હોય છે,અને આ નિર્ણય માં લોકો ની કોઈ ભૂમિકા ના હોવાના કારણે ભ્રષ્ટાચાર વધે છે.
(C) બંધારણીય લોકશાહી:- દુનિયામાં મોટાપાયે સ્વીકૃત એવી ત્રીજા પ્રકારની લોકશાહી છે.બંધારણીય લોકશાહીમાં એક સુઆયોજિત વ્યવસ્થાતંત્ર બહુમતીની સત્તા/શક્તિ ને મર્યાદિત કરવામાં આવે છે.આ વ્યવસ્થામાં લોકતાંત્રિક સિધ્ધાંતો વળે કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાનું હોય છે. બંધારણીય લોકશાહીમાં સરકાર અને જનપ્રતિનિધિઓએ બંધારણના સિદ્ધતોનું પણ કરવાની સાથે લોકોની અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરવાનું હોય છે.આ પ્રકારની લોકશાહી માં રાજકીય નિર્ણયો લેવા માટે તેમજ સરકાર ચાલવા માટે ચોક્ક્સ નિયમો તેમજ સિદ્ધતો ની બંધારણીય માર્ગદર્શિકા હોય છે. જો કે આ પ્રકારની લોકશાહીમાં લોકો નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ થઈ શકતા નથી.
લોકશાહીની લાક્ષણિકતા:-
- (#A) મુક્ત અને ન્યાયી ચૂંટણી:- એટલે મત આપવાની લાયકાત ધરાવતા દરેક વ્યક્તિને કોઈપણ પ્રકારના ભય,લાલચ, દબાણ કે પક્ષપાત વગર મત આપવાની તક અને સુવિધા મળે તે સુનિશ્ચિત કરવું. મુક્ત અને ન્યાયી ચૂંટણી એ લોકશાહી નું સૌથી મોટું અંગ છે.
- (#B) લોકભાગીદારી:- લોકશાહીનું બીજું મહત્વનું અંગ છે સરકારની દરેક પ્રક્રિયા માં લોકોની ભાગીદારી હોય છે.લોકો માટે નિર્ણયો લેવાની અને પોલિસીઓ બનાવવાની પ્રક્રિયામાં તમામ લોકોની એકસરખી ભાગીદારી સુનિશ્ચિત કરવી.
- (C) નાગરિકના માનવ અધિકારોનું રક્ષણ:- લોકશાહીનું ત્રીજું સૌથી મોટું અંગ છે સ્વતંત્રતા, દુનિયાની દરેક લોકશાહી તેમના નાગરિકોને ઘણી બધી સ્વતંત્રતા આપે છે. સ્વતંત્રતા એટલે બીજા અર્થ માં અધિકાર. માણસને શાંતિપૂર્વક, ભયમુક્ત, ગૌરવપૂર્ણ અને સલામત રહેવાનો મૂળભૂત અધિકાર આપવો એ લોકશાહીનો ઉદ્દેશ્ય છે.
- (D) કાયદાનું સમાન શાસન:- તમામ નાગરિકો કાયદાના શાસન નીચે છે.લોકશાહીમાં કાયદો તમામને સમાન રક્ષણ અને સમાન ન્યાય આપે છે. કાયદાથી ઉપર કોઈ નથી અને કાયદો તમામ માટે છે એ લોકશાહી વ્યવસ્થાનો એક ભાગ છે.