હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની વરસાદની આગાહી આવી ગઈ છે. કમોસમી વરસાદનું નામ સાંભળતા જ ખેડૂતોની ચિંતા વધી જાય છે. વરસાદની આગાહીના પગલે હાલ સમગ્ર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. નલિયા, ડીસા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન વધ્યું છે. એકાએક તાપમાન વધતા લોકો રાબેતામુજબ અનુભવ કરી રહ્યાં છે. આ વચ્ચે હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 4 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. પાંચથી છ દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાનની આગાહી છે. અમુક જગ્યાએ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. આગામી 2 દિવસ ગુજરાતમાં વાદળો રહેશે.