હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
રાજકોટમાં આવેલી લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલ(LBS)ની વિદ્યાર્થીનીઓએ દ્વારા રક્ષાબંધનના પર્વ પર દેશના રક્ષકોની સુરક્ષા માટે અનોખો પ્રયાસ કર્યો છે. છેલ્લા 5 વર્ષથી રાજકોટની આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ રાખડી બનાવી દેશના જવાનોને મોકલવામાં આવે છે.
છેલ્લા 5 વર્ષથી રાજકોટની આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ રાખડી બનાવી દેશના જવાનોને મોકલવામાં આવે છે. 550 થી વધારે વિદ્યાર્થીનીઓએ 1111 થી વધારે રાખડી બનાવી છે. આ તમામ રાખડીઓ સાથે એક પત્ર પણ આપણા દેશની સરહદ પર તૈનાત જવાનોને મોકલવા માટે બનાવવામાં આવી છે.
આ અંગે શાળાનાં આચાર્ય ભરતસિંહ પરમારે જણાવ્યુ કે, દેશની રક્ષા કરવા સરહદ પર તૈનાત જવાનો આપણી સુરક્ષાનું વિચારે છે પરંતુ તેમની સુરક્ષાનું કોઈ વિચારતું નથી, જેના પગલે અમારી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કડકડતી ઠંડી, તડકો અને વરસાદમાં દુશ્મનોની ગોળીનો સામનો કરતા સૈન્યના જવાનોને યાદ રાખવામાં આવ્યા છે અને આ ખાસ રાખડીયો તેમના માટે બનાવવામાં આવી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.