હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
એશિયા કપ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયામાં જે એક ખેલાડીની ગેરહાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યુ એ નામ છે ‘યુઝવેન્દ્ર ચહલ’. એશિયા કપ શ્રીલંકામાં યોજાવાનો છે અને ત્યાં સ્પિનરોનો રેકોર્ડ સારો છે છતાં ચહલને ટીમમાં પસંદગી ના થતા એક જ સવાલ થઈ રહ્યો છે કે શું ભારતે ચહલને બહાર કરી મોટી ભૂલ તો નથી કરી ને?
એશિયા કપ (Asia Cup 2023) માટે ટીમની પસંદગી કરતી વખતે ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર મોટી ભૂલ કરી હોય એવું લાગી રહ્યું છે, સાથે જ સુકાની રોહિત શર્મા (Rohit Sharma)એ મોટી ટુર્નામેન્ટ પહેલા ફરી એકવાર ભૂલોનું ખાતું ખુલી નાખ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે ટીમની પસંદગી કરવામાં આવી હતી ત્યાં તે પણ હાજર હતો. જો તે ઇચ્છતો તો પોતાની વાત કહી આ ભૂલને અટકાવી શક્યો હોત.પરંતુ તેને આમ ન કર્યું અને હવે જ્યારે ટીમના 17 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે, તો એ નિશ્ચિત છે કે એક યા બીજા સમયે ટીમ ઈન્ડિયા (Team India)ને એશિયા કપની મેચો દરમિયાન આ ભૂલનો ભોગ બનવું પડી શકે છે.
એશિયા કપની પસંદગી વખતે ટીમ ઈન્ડિયામાં એક પણ લેગ સ્પિનર નથી. ભારતીય ટીમે ટીમમાં એક પણ લેગ સ્પિનરને પસંદ ન કરીને આ મોટી ભૂલ કરી છે. જે લેગ સ્પિન ભારતની તાકાત હતી તે જ ટીમમાં નથી. આવું હોવું ટીમ ઈન્ડિયાની સૌથી મોટી નબળાઈ છે. કારણ કે એશિયા કપ શ્રીલંકામાં યોજાવાનો છે, જ્યાં તાજેતરના સમયમાં લેગ-સ્પિનરોનો દબદબો રહ્યો છે.
ભારતે ચહલને કેમ પસંદ ન કર્યો?
એશિયા કપ માટે ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ અત્યાર સુધીમાં પોતાની ટીમની જાહેરાત કરી ચૂકી છે. આ ચાર ટીમોમાં ભારતને બાદ કરતાં બાકીની ત્રણ ટીમોમાં ઓછામાં ઓછા એકથી બે અને ત્રણ લેગ-સ્પિનરો છે. આ સિવાય શ્રીલંકા અને અફઘાનિસ્તાનની ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ તેમની તાકાત પણ લેગ-સ્પિન રહી છે. શ્રીલંકા પાસે વેનેન્દુ હસરાંગા છે જ્યારે અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન જેવા લેગ-સ્પિનરો છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.