હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
રાજ્યમાં માવઠાને કારણે થયેલી નુકસાનીનો સર્વે કરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે. નુકસાનનો સર્વે કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે.
રાજ્યમાં માવઠા ને કારણે થયેલી નુકસાનીનો સર્વે કરવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યુ છે કે નુકસાનનો સર્વે કરવા માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે. તેને અનુલક્ષીને કૃષિમંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભામાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે. જેમા તેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ નુકસાનીનો સર્વે કરાવવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે. હજુ બે દિવસ વરસાદ પડવાની આગાહી છે. આ આગાહી પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
દિલિપ સખીયાએ અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય જાહેર કરવા કરી માગ
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખેડૂતોનો ઉભો પાકને નુકસાન થયુ છે. ઉપરાંત માર્કેટ યાર્ડમાં રહેલો પાક પણ પલળી જતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે. રાજકોટ પંથકમાં માવઠાને કારણે પાક નષ્ટ થતાં અનેક ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે.
ખેડૂત આગેવાન દિલીપ સખિયાએ સરકાર અસરગ્રસ્ત ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના થકી તાત્કાલિક લાભ આપે તેવી માગણી કરી છે. તેમણે કહ્યું કે વરસાદને કારણે ઘઉં, જીરું, ધાણા અને મરચાં સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. આથી સર્વે કરી ખેડૂતોને તુરંત સહાય ચૂકવવાની માગ કરી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.MAVTHU