હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા પર સત્તાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ થઇ છે. આ ફરિયાદ સરકાર તરફથી જ કલેકટર કચેરીના અધિકારીએ નોંધાવી છે. જેને લઈ પૂર્વ IAS એસ કે લાંગાની ગાંધીનગર પોલિસે ધરપકડ કરી છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં (Gandhinagar) પૂર્વ કલેક્ટર એસ કે લાંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે, તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા પર સત્તાનો દુરપયોગ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ થઇ છે. આ ફરિયાદ સરકાર તરફથી જ કલેકટર કચેરીના અધિકારીએ નોંધાવી છે. જેને લઈ પૂર્વ IAS એસ કે લાંગાની ગાંધીનગર પોલિસે ધરપકડ કરી છે.
ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ કે લાંગા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગાંધીનગર કલેકટર કચેરીના ચીટનીશ અધિકારી ધ્રુવકુમારે એસ કે લાંગા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને આરોપ લગાવ્યા છે. આ ફરિયાદમાં એસ કે લાંગા સામે ખોટા દસ્તાવેજ બનાવવા અને સત્તાનો દૂર ઉપયોગ કરવાં બાબતની ફરિયાદ નોંધાઇ છે. સરકારી ફરજ સમયે ભ્રષ્ટાચાર આચાર્યો હોવાની વાત પણ સામે આવી છે. એટલુ જ નહીં નિવૃત્તિ બાદ પણ સરકારી ફાઇલોમાં જૂની તારીખમાં સહી કર્યા હોવાની ફરિયાદ છે.
લાંબા સમયથી આ ગાંધીનગરનાં પૂર્વ કલેકટર એસ.કે. લાંગા સામે ફરિયાદનો કેસ ચાલી રહ્યો છે. ગાંધીનગર ડીવાયએસપી દ્વારા આ કેસને લઈ તપાસ શરૂ કરવામાં આવી હતી. અલગ અલગ 4 ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. મહત્વનુ છે કે આ કેસમાં હજારો પાનાનાં દસ્તાવેજો કબજે કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી. પોલીસ તપાસમાં રેવન્યુ જાણકારોની પણ મદદ લઈ લેવામાં અવિઓ હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સરકારને આર્થિક નુકસાન પહોંચાડયાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર પોતે ફરિયાદી બની છે. એટલું જ નહીં સરકાર તરફથી ખુદ સરકારના જ પૂર્વ કલેક્ટર સામે ફરિયાદ કરી ગૂનો દાખલ કરાવવામાં આવ્યો હતો.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.