હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
મોદી અટક મામલે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ હેમંત પ્રેચ્છકની કોર્ટમાં રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરવામાં આવશે.
મોદી અટક મામલે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. જસ્ટિસ હેમંત પ્રેચ્છકની કોર્ટમાં રાહુલ ગાંધીના કેસની સુનાવણી ચાલી રહી છે. આ પહેલા શનિવારે હાથ ધરાયેલી સુનાવણીમાં રાહુલ ગાંધી તરફથી અભિષેક મનુ સિંઘવીએ પક્ષ રજૂ કર્યો હતો.
અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે રાહુલ ગાંધીએ એવો કોઇ ગંભીર ગુનો નથી કર્યો કે તેમને સજા માફી ન આપી શકાય. તેમણે કહ્યું કે દેશમાં 13 કરોડ મોદી છે, તો પછી કેમ કોઇએ આ મુદ્દે ફરિયાદ ન કરી ? રાહુલ ગાંધી સામે રાજકીય વેરવૃતિ રાખી ફરિયાદ કરવામાં આવી છે.
મેજિસ્ટ્રેટ દ્વારા બંને પક્ષોની તમામ દલીલો સાંભળવામાં આવી હતી. કોર્ટે સમગ્ર વાતની ગંભીરતા સમજી ચુકાદો આપ્યો અને 2 વર્ષની સજા કરી છે. મેજિસ્ટ્રેટ સામે જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેના આધારે નિર્ણય કરાયો હતો. સેશન્સ કોર્ટે પણ આ વાતને યોગ્ય માની રાહુલની અરજી ફગાવી હતી.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.