હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
- સુરત શહેર મા આવેલ મિલેનિયમ ડાયમંડ(મીરા જેમ્સ) ના 1000 હજાર રત્નકલાકારો પગાર વધારા ની માંગણી સાથે ગઈકાલે રોડ ઉપર ઉતરી ગયા હતા મીરા જેમ્સ ના રત્નકલાકારો ની પગાર વધારા ની માંગણી વાજબી હતી
- હીરાઉધોગ મા છેલ્લા કેટલાક સમય થી કોરોના વાયરસ અને મંદી ના બહાના હેઠળ રત્નકલાકારો ના પગાર મા જંગી ઘટાડો કરી દેવા મા આવ્યો હતો અને બેરોજગારી ભય મા રત્નકલાકારો ઓછા પગાર મા પણ કામ કરવા મજબુર બન્યા હતા
ત્યારે હાલ હીરાઉધોગ મા ભારે તેજી નો માહોલ છે ત્યારે એ તેજી નો લાભ રત્નકલાકારો ને પણ મળવો જોઈએ જેથી મોટા ભાગ ના રત્નકલાકારો પગાર વધારા ની માંગણી કરી રહ્યા છે બે દિવસ પહેલા ભાવનગર મા પણ કારીગરો એ રોડ ઉપર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યા પણ રત્નકલાકારો ની મજૂરી મા વધારો કરવા મા આવ્યો હતો
ત્યારે મીરા જેમ્સ ના સંચાલકો સાથે આજે લેબર વિભાગ ના અધિકારીઓ તથા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા ના માર્ગદર્શન હેઠળ ઉપ પ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંક દિવ્યાંગ માંગુકિયા હિતેશભાઈ વઘાસિયા તથા મીરા જેમ્સ ના અગ્રણી રત્નકલાકારો શરૂ કરવા મા આવી હતી જેમા રત્નકલાકારો અને કંપની વચ્ચે સુખદ સમાધાન થયેલ છે
રત્નકલાકારો ની માંગ મુજબ 20% પગાર વધારો અને શુદ્ધપાણી નો પ્રશ્ન હતો જે માંગણી ઓ મીરા જેમ્સ ના સંચાલકો સંતોષી હતી જેના કારણે રત્નકલાકારો મા ભારે હર્ષ ની લાગણી ફેલાઈ હતી
રત્નકલાકારો ની માંગણી બાબતે અવાજ ઉઠાવતા આગેવાનો ને પણ નોકરી માંથી કાઢવા નહીં અને બે દિવસ લડત નો પગાર પણ કાપવો નહીં એ બાબત પણ કંપની એ સ્વીકારી મોટપ બતાવી હતી (મીરા જેમ્સ કંપની ખૂબ સારી છે જેણે રત્નકલાકારો ની લોકડાઉન મા પણ મદદ કરી હતી) જેથી કંપની તરફ થી સંચાલકો નો ખુબ સારો સહકાર રહ્યો હતો જેના કારણે સમાધાન શક્ય બન્યું હતું
કાપોદ્રા પોલીસ સ્ટેશન ના પી.આઈ.સાહેબ નો પણ ખૂબ સારો સાથ અને સહકાર રહ્યો હતો આ તકે સર્વે રત્નકલાકારો વતી અમે પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયા મીરા જેમ્સ ના માલિક અને મેનેજરો તથા લેબર વિભાગ તથા પોલીસ વિભાગ સહિત રત્નકલાકારો ની આ લડત મા યેનકેન પ્રકારે મદદરૂપ થયેલ તમામ લોકો નો અમે દિલ થી આભાર માનીએ છીએ