હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
સુરતની ડાયમંડ પીઢીને દુબઈ સ્થિત પેઢી પાસે રૂ 1.50 કરોડના રફ ડાયમંડ લીધા બાદ પેમેન્ટ નહીં કરનાર વરાછાની પેઢી અને ભાગીદારો સામે કરાયેલા રીકવરી દાવાને આજે સેકન્ડ એડીશ્રમ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શિલ્પા કાનાબાર મંજૂરની મહોર મારી વ્યાજ સાથે રકમ ચૂકવવા વરાછા ની પેઢી અને ભાગીદારો હુકમ કર્યો હતો ….
સુરતની કે.પી સન્સ ડાયમંડ પેઢીની દુબઈ સ્થિત કે.પી.સંધવી મીડલ ઈસ્ટ ડીએમસીએ વર્ષ -2018.માં વરાછા રોડ સહયોગ ચેમ્બર સ્થિત સુરતની મે.લાલજી ઈમ્પેક્સ પેઢીને રૂ.1.50 કરોડની વધુ રકમના ડાયમંડ નો જથ્થો મોકલ્યો હતો વેપારી ક્રેડિટ મુજબ 120 દિવસમાં પેમેન્ટ નહીં કરતાં લાલજી ઈમ્પેક્સ અને ભાગીદારો અશોક બચુભાઈ બદરખીયા ઘનશ્યામ અને નરેશ બી.પાલડીયા વિરૂઘ્ધ કોમર્શિયલ કોર્ટમાં રીકવરી દાવો કર્યો હતો
જેની અંતિમ સુનાવણી બાદ કોર્ટે વાદી કે.પી.સંઘવી એન્ડ સન્સ તરફેની રજુઆતો અને રેકોર્ડ પરના પુરાવાને માન્ય રાખી પ્રતિવાદી મે.લાલજી ઈમ્પેક્ષ પેઢીના ભાગીદારો ને વ્યાજ સહિત રૂ 1.50 કરોડ રૂ.1.50 લાખ કોસ્ટ સાથે જેમાં 76 હજાર વકીલ ફી પણ ચુકવવાનો હુકમ કર્યોછેલ્લા બે વર્ષથી પૈકી એક વર્ષ કોવીડ -19ના કારણે કોર્ટ કાર્યવાહી બંધ રહી હોઈ માત્ર એકજ વર્ષમાં વર્ષમાં કોર્ટે દાવાનો નિકાલ કર્યો હતો