હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને ખાડી વિસ્તારની સમસ્યા અંગે રજૂઆત કરી હતી તેમણે ઘણી બધી સોસાયટીઓને ગંદકી અને મચ્છરના ત્રાસમાંથી મુક્તિ આપવા બાબતે રજૂઆત કરી હતી અને જો આ સમસ્યાનો કોઈ હાલ નહીં થાય તો જન આંદોલન પણ કરશે એવી ચીમકી પણ પત્રમાં આપી હતી.
સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણીએ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત પત્રમાં જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં આવેલા ખાડી કિનારા ઘણી બધી સોસાયટીના લોકો મચ્છર અને ગંદકી ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે વર્ષોથી આ બાબત ની રજૂઆત પણ કરતા આવ્યા છીએ પરંતુ ખાડીના ત્રાસમાંથી મુક્ત કરવા માટે કોઈપણ પ્રકારની નક્કર કામગીરી થઈ નથી અને વહીવટી તંત્ર દ્વારા કોઈપણ કામનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી.
વધુમાં કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે કામની કોઈપણ સમીક્ષા કરવામાં આવતી નથી મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલુ છે થઈ જશે પણ આવું કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું નથી હવે લોકો આ ત્રાસથી કંટાળી ગયા છે ત્યારે ઘણા બધા સોસાયટીના લોકો મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરી હતી પણ જો પ્રશ્ન હલ ના થાય તો જન આંદોલન કરવાની ચીમકી પણ આપી છે તો આ પ્રશ્ન તાત્કાલિક ધોરણે હલ કરાવવા મારી માંગણી છે અને જે લોકો આ જન આંદોલન કરશે તો ના છુટકે મારે પણ આ આંદોલનમાં જોડાવું પડશે.