હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ઉતરાયણ પર્વમાં પતંગના દોરાથી ધાયલ થયેલા પક્ષીઓની સારવાર -સુશ્રૂષા માટે રાજ્ય સરકાર દ્વારા 20મી જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન હાથ ધરાઇ રહ્યું છે.ત્યારે ઉત્તરાયણ પર્વ દરમિયાન અબોલા પક્ષીઓની તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વનવિભાગ અને સુરત શહેર જિલ્લાની જીવદયાની સ્વૈચ્છિક સંસ્થાઓ, પશુપાલન, મહાનગરપાલિકા સહયોગથી સુદઢ આયોજન કરવામાં આવ્યું છે.
કરૂણા અભિયાન હેઠળ NGOના 1000થી વધુ સ્વયંસેવકો તથા વનવિભાગના સ્ટાફ ફરજ બજાવશે. સારવાર કેન્દ્રની દેખરેખ તેમજ મદદ માટે વનવિભાગ અને પશુપાલન વિભાગની દેખરેખ હેઠળ 14 કલેક્શન સેન્ટર અને 7 ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે. નવસારી વેટરનરી કોલેજ ના 26 ડોક્ટર અને 13 સ્વયં સેવી સંસ્થાઓના 1000થી વધુ સ્વયંસેવકો ખડેપગે ફરજ બજાવશે.
સુરત શહેર જિલ્લામાં 1962 તથા સુરત વનવિભાગની હેલ્પલાઇન 99097300030 કોલ કરવાથી સ્થળ પર જ ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે કરુણ એનિમલ એમ્બ્યુલન્સની સેવા મળી રહશે. અભિયાનના નોડલ ઓફિસર અને નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ વિભાગ સુરત) સચિન ગુપ્તાએ કરુણ અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે,આ અભિયાન 10થી20 જાન્યુઆરી દરમિયાન યોજાઇ રહ્યું છે. જેમાં વનવિભાગ, શિક્ષણ વિભાગ, પશુપાલન વિભાગ અને જિલ્લાભરમાં પથરાયેલી જીવદયા સંસ્થાઓના સંકલનમાં રહી પક્ષી બચાવની કામગીરી કરવામાં આવશે. ટોલ ફ્રી નંબર 1962, વનવિભાગની હેલ્પલાઇન 9909730030 ઉપરાંત 8320002000 વોટ્સએપ હેલ્પલાઇન માં પણ Hi ટાઈપ કરતા જ સંબંધિત સંસ્થાઓ, રેસ્કયુ ટીમની વિગતો મળી રહેશે. કરૂણા એપ પર સમગ્ર અભિયાનની કામગીરીનું વનવિભાગ દ્વારા મોનિટરીંગ કરાઈ રહ્યું છે.
યુવાનો અને બાળકોના પતંગ ઉડાડવાના ઉત્સાહમાં ઉત્તરાયણ પર્વ આકાશમાં મુક્તપણે વિહાર કરતા પક્ષીઓ દોરીથી ઘાયલ થવાના તેમજ મૃત્યુ પામવાના અનેક બનાવો બનતા હોય છે તેવા સમયે હેલ્પલાઇન નંબરો પર કોલ કરીને વધુમાં વધુ પક્ષીઓને બચાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે એફ.એમ.રેડિયોમા જિગંલ્સ, બોર્ડ-બેનરો,હોડિગ્સ, સ્કૂલોમાં બાળકોને જાગૃત કરવા નાટકો, વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા હોવાનું ઉમેર્યુ હતું.