હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
- ઘણી વખત કારને ભાડે આપીને પૈસા કમાવવાની લાલચ લોકોને ભારે પડી શકે છે. કારણ કે પૈસાની લાલચે ક્યારે વ્યક્તિને કાર ગુમાવવી પડે છે. ભાડે કાર લઇને તેને વેચી મારવાના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ સુરતમાં થયો છે. સુરતમાં એક આરોપીએ એક બે નહીં પણ 250 કરતા કારને ભાડે લઇને વેચી મારી હતી. આ સમગ્ર સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રથી 200 કાર કબજે કરવામાં આવી છે.
- રિપોર્ટ અનુસાર સુરત પોલીસ કમિશનરને ફરિયાદ મળી હતી કે, એક ઇસમ દ્વારા એક નકલી કંપની ઉભી કરીને લોકોને કારના બદલામાં ભાડું આપવાની લાલચ આપીને તેમની પાસેથી કાર મેળવીને આ ઇસમ કારને બારોબાર વેચી નાખતો હતો. તેથી સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ બાબતે પોલીસે એક ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસના ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું હતું કે, કેતુલ પરમાર નામનો વ્યક્તિ લોકોની સાથે આ પ્રકારનું ફ્રોડ કરી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં લોકોની પાસેથી ભાડે લઇને 264 કારનું વેચાણ કર્યું છે. પોલીસે કેતુલ પરમારની ધરપડક કરીને ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી કુલ 200 જેટલી કાર કબજે કરી હતી
- પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, કેતુલ પરમારે સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા ટર્નિગ કોમ્પ્લેક્ષમાં એક ઓફિસ શરૂ કરી હતી. આ ઓફિસમાં આવતા લોકોને કેતુલ જણાવતો હતો હતો કે, તેની પાસે ભરૂચના ઝઘડિયામાં ટી.જી. સોલાર નામની કંપનીનો કોન્ટ્રાક્ટ છે. આ કંપનીમાં લોકો પોતાની કાર ભાડે મૂકીના દર મહીને 20થી 50 હજાર રૂપિયાની કમાણી કરી શકે છે. લોકોની આવી લોભામણી વાતો કરીને ડિસેમ્બર 2020થી એપ્રિલ 2021 સુધીમાં 5 મહિનાના સમયમાં 264 ગાડીઓ મેળવી લીધી હતી.
- લોકોને વિશ્વાસમાં લેવા માટે કેતુલ પરમારે એક-બે મહિના સુધી લોકોને તેમની કારના ભાડાના પૈસા આપ્યા હતા પછી એકાએક ઓફિસ બંધ કરી દીધી. લોકોને કેતુલનો કોઈ પણ પ્રકારનો સંપર્ક ન થતા લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ વાત સુરત પોલીસ કમિશનર અજય તોમરના ધ્યાને આવતા સુરત પોલીસ દ્વારા ગુપ્ત રીતે એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી કેતુલની ધરપડક કરી હતો.
youtube.com
- પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, કેતુલ પરમારે કાર માલિકોની સહીં લઇને તેમની કારને ગુજરાત અને મહારાષ્ટ્રના નંદુરબારમાં ગીરવે મૂકી દીધી હતી. તેથી પોલીસ દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાંથી 4.50 કરોડની કિંમતની 200 ગાડીઓ કબજે કરી હતી. આગામી દિવસોમાં આ કાર મૂળ માલિકોને સોંપવામાં આવશે.