હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
હીરાઉધોગ આપણા ગુજરાત નો જીવાદોરી સમાન ઉધોગ રહ્યો છે અને હીરાઉધોગ થકી જ આપણા લાખો રત્નકલાકારો રોજગારી મેળવી રહ્યા છે.પરંતુ સમય ની સાથે જે સુધારા થવા જોઈએ તે ના થવાના કારણે હીરાઉધોગ મા કામ કરતા રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે.
- મંદી અને કોરોના વાયરસ ના કારણે રત્નકલાકારો ના પગાર મા જંગી ઘટાડો કરી નાખવા મા આવ્યો હતો ત્યારે હાલ હીરાઉધોગ મા ભારે તેજી નો માહોલ છે ત્યારે ભાવનગર ના રત્નકલાકારો પગાર વધારા ની માંગણી સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા..ભાવનગર ના રત્નકલાકારો નો આરોપ છે કે છેલ્લા દસ વર્ષ થયાં તેમના પગાર મા કોઈ જ વધારો કરવા મા નથી આવ્યો અને ઉલટા નું હીરાઉધોગ ના ઉધોગપતિઓ અમારું શોષણ કરી રહ્યા છે
ભાવનગર માં ભાવ વધારાની માગ સાથે રત્નકલાકારો આક્રમક મુળમાં
- ત્યારે એક તરફ મોંઘવારી દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે હીરાઉધોગ ના રત્નકલાકારો નો પગાર વધવા ને બદલે ઘટી રહ્યો છે તે બાબતે સરકાર અને ઉધોગપતિઓ એ રત્નકલાકારો ની વેદના ને સમજવી જોઈએ અને તેજી નો લાભ રત્નકલાકારો ને પણ મળે એ માટે રત્નકલાકારો ના પગાર મા વધારો કરવો જોઈએ.
- જો આખા ગુજરાત ના રત્નકલાકારો પોતાની વાજબી માંગણી માટે આંદોલન કરશે તો સરકાર ને ભારે પડશે માટે હીરાઉધોગ ના રત્નકલાકારો ના પગાર મા તાત્કાલિક વધારો કરવો જોઈએ
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત છેલ્લા ઘણા સમય થી રત્નકલાકારો ના પગાર વધારા બાબતે માંગણી કરી રહ્યું છે ત્યારે તે માંગણી મા સુર પુરાવતા હોઈ તેમ આજે ભાવનગર ના રત્નકલાકારો એ પગાર વધારા ની માંગણી માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને જાણવા મળતી માહિતી મુજબ રત્નકલાકારો આવતીકાલે કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવશે