હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
આપણા ગુજરાત ના હીરાઉધોગ મા અંદાજે 25 લાખ લોકો કામ કરી રહ્યા છે અને હીરાઉધોગ આપણા માટે હંમેશા જીવાદોરી સમાન ઉધોગ રહ્યો છે આપણો હીરાઉધોગ અભણ અને શિક્ષિત બને પ્રકાર ના લોકોને સ્વમાનભેર રોજગારી પુરી પાડે છે અને હીરાઉધોગ વર્ષો થી આત્મ નિર્ભર છે.
સમગ્ર વિશ્વ મા જે 10 હીરા બને છે તેમાંથી 9 હીરા આપણે બનાવીએ છીએ તેવુ ગૌરવરૂપ સ્થાન હીરાઉધોગ એ આપણે આપ્યુ છે અને હીરાઉધોગ થકી સરકાર ને કરોડો ડોલર નુ વિદેશી હૂંડિયામણ પણ રળી આપે છે અને હીરાઉધોગ થકી આપણા દેશ નુ નામ સમગ્ર વિશ્વ મા ચમકતુ છે.
ત્યારે હાલ હીરાઉધોગ ઉપર અને આપણી કળા કારીગરી ઉપર જોખમ ઉભુ થયુ છે હીરાઉધોગ ની સૌથી મોટી રફ સ્પલાયર કંપની ડી.બિયર્સ ગ્રુપ એ બોટસ્વાના (આફ્રિકા) સાથે રફ ડાયમંડ ના સપ્લાય બાબતે ભાગીદારી કરાર કર્યા છે જેમા હીરાઉધોગ ના ઉધોગકારો માટે એવી જોગવાઈ કરી છે કે 2 કેરેટ થી મોટી સાઈઝ અને સારી ક્વોલિટી ની રફ જોઈતી હોય તો બોટસ્વાના ખાતે કંપનીઓ શરૂ કરવી પડશે.
આ કરાર તો ઘણા વર્ષો થી હતો પરંતુ તેની અમલવારી નહોતી થતી અને ત્યારબાદ કોરોના વાયરસ ના કારણે આગળ નહોતો વધ્યો પરંતુ હાલ મા જ તે કરાર નો કડક અમલ કરવા મા આવી રહ્યો છે અને આપણી ઘણી કંપનીઓ પણ ત્યા શરૂ કરવા મા આવી છે અહીં થી રત્નકલાકારો ને વધારે પગાર ની લાલચ આપી ત્યા લઈ જવાઈ છે અને ત્યા ના લોકો ને હીરા ઘસતા શીખવાડવા મા આવે છે જે બાબત ચિંતા નો વિષય છે.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા એક વર્ષ પહેલા રાજય સરકાર અને કેન્દ્ર સરકાર ને હીરાઉધોગ ને વિદેશ મા જતો અટકાવવા બાબતે રજુઆત કરવા મા આવી હતી માનનીય પ્રધાનમંત્રીશ્રી ને પણ હસ્તક્ષેપ કરવા માટે આવેદનપત્ર પાઠવવા મા આવેલ અને અમે સુરત ખાતે રેલી નુ પણ આયોજન કર્યું હતુ જેને પોલીસ એ મંજૂરી નહોતી આપી અને અમારા આગેવાનો ની અટકાયત કરી હતી અમે જ્યારે સરકારશ્રી ને રજુઆત કરી હતી ત્યારે સરકારે તેને ગંભીરતા થી લીધી નહોતી.
ત્યારે અમે કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ મંત્રી શ્રી પિયુષ ગોયલ જી ને જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ એન્ડ પ્રમોશન કાઉન્સીલ ના રિજયોનલ ચેરમેનશ્રી વિજયભાઈ માંગુકિયા મારફતે આવેદનપત્ર પાઠવ્યુ છે સાથે જી.જે.ઈ. પી.સી ને પણ હીરાઉધોગ ને વિદેશ મા જતો અટકાવવા બાબતે રજુઆત કરવા મા આવી છે હવે ઘણા ઉધોગકારો પણ હીરાઉધોગ ને વિદેશ મા જતો અટકાવવા મેદાન મા આવ્યા છે અને તેમણે પણ પિયુષ ગોયલ ને આ બાબતે રજુઆત કરી હતી બાબત હીરાઉધોગ માટે સારી છે અને સૌએ સાથે મળી હીરાઉદ્યોગ વિદેશીઓ ના હાથ માં જતો અટકાવવો જ જોઈએ એવું અમારુ સ્પષ્ટ માનવુ છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.