હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
અમદાવાદમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં બીજી સેન્ચુરી જોવા મળી છે. શુભમન ગિલે ફરી એકવાર મોટેરા સ્ટેડિયમમાં સેન્ચુરી ફટકારી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી શુભમન ગિલે એકવાર સેન્ચુરી ફટકારી છે. તેણે પોતા કરિયરની બીજી ટેસ્ટ સેન્ચુરી ફટકારી છે. શુભમન ગિલે અમદાવાદ ટેસ્ટમાં જોરદાર સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાનું ચક્ર તોડી નાખ્યું છે.એટલું જ નહીં, અમદાવાદના આ મેદાન પર 39 દિવસમાં આ તેની બીજી સદી છે. તેણે ગયા મહિને આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડ સામે ટી20માં સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાએ અમદાવાદમાં ગિલ અને ચેતેશ્વર પૂજારાની જોડીને તોડવા માટે ચક્રવ્યૂહ રચ્યો હતો.
સ્ટીવ સ્મિથે ફિલ્ડિંગને એવી રીતે સજાવી હતી કે બાઉન્ડ્રી મારવી પણ મુશ્કેલ હતી. સિંગલની મદદથી ગિલ કોઈક રીતે 73થી 80 રન સુધી પહોંચી ગયો હતો. 80 રન પર પહોંચતા જ તેનું વલણ બદલાઈ ગયું અને તેણે ગ્રીનની ઓવરના બીજા અને ત્રીજા બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા.
ગિલ 2 ચોગ્ગાની મદદથી 88 રન સુધી પહોંચી ગયો હતો. આ પછી પુજારા પણ થોડો હુમલો કરવાના મૂડમાં જોવા મળ્યો હતો. ગિલ 61મી ઓવરમાં નાથન લિયોનના માથા પર ચોગ્ગા ફટકારીને 96 રન સુધી પહોંચી ગયો હતો.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.