હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
અલ નીનોના કારણે આ વખતે હવામાનના ચક્રમાં ફેરફારની સ્થિતિ રહી છે. ઠંડીની સિઝનનો ગાળો ઓછો થયો છે. અડધી જાન્યુઆરીનો ગાળો પસાર થયો છે છતાં પહાડો પર હિમવર્ષા થઇ નથી. ઉત્તરાખંડમાં 75 ટકા, કાશ્મીરમાં 79 ટકા તો હિમાચલ પ્રદેશમાં 85 ટકા ઓછો વરસાદ થયો છે. અથવા તો હિમવર્ષા ઓછી થઇ છે. જે પશ્ચિમી ડિસ્ટર્બન્સ આવ્યા તે નબળા રહ્યા છે.
આની સીધી અસર આગામી સિઝન પર પડશે. આઇએમડીના હવામાન નિષ્ણાત સોમા સેન ગુપ્તાના કહેવા મુજબ અલ નીનો હજુ પોઝિટીવ ટ્રેન્ડથી ન્યુટ્રલ દિશામાં વધે છે. એટલે કે એપ્રિલ સુધી તેની અસર રહેશળે. પરંતુ ગરમીના વહેલી તકે શરૂઆત થશે.
વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનનો અંદાજ છે કે આ વખતે ઠંડી બાદ વસંતની સિઝન આવશે નહીં. 15મી ફેબ્રુઆરી બાદ સીધી રીતે ગરમીની શરૂઆત થશે. જે છ મહિના સુધી રહેશે. અત્રે નોંધનીય છે કે અલ નીનો એક જળવાયુ સંબંધિત ઘટના છે. હિમાલયમાં ગરમી. ઉત્તરાખંડમાં 10 દિવસમાં 35 વખત જંગલમાં આગ, દેશમાં સૌથી વધુ પંચાચૂલી પર્વત રેંજ દહેરાદુન : ઉત્તરાખંડમાં 10 દિવસમાં જંગલમાં આગની 35 ઘટનાઓ બની છે. પહાડી રાજ્યોમાં આ આંકડો સૌથી વધારે છે. અહીં ફાયર સિઝન 15મી ફેબ્રુઆરીથી 15મી જુન સુધી ચાલે છે. પંરતુ આ વખતે દોઢ મહિના પહેલા તેની શરૂઆત થઇ છે. પંતનગર કૃષિ યુનિવર્સિટીના હવામાન વૈજ્ઞાનિક ડો. આરકે સિંહના કહેવા મુજબ ઓછા વરસાદ અને હિમવર્ષાના કારણે ચમોલી, નૈનિતાલ, પિથોરાગઢ, બાગેશ્વરમાં જંગલ વિસ્તારમાં ભેજનુ પ્રમાણ ઘટી ગયું છે. જેથી વારંવાર આગની ઘટના બને છે.
અસર : હિમાલયથી નિકળતી નદીઓ વહેલી તકે સુકવવા લાગશે જિયોલોજિસ્ટ એએન ડિમરી કહે છે કે આ વખતે પશ્ચિમી ડિસ્ટર્બન્સ કમજોર હોવાના કારણે આ સિઝનમાં 6-7 ઇન્ચ હિમવર્ષા થઇ છે. જે વહેલી તકે પિગળી ગઇ છે. હિમાલયથી નિકળતી નદીઓમાં ઝડપથી પાણી હવે ઘટી જશે ઓલીમાં 20 ટકા બુકિંગ રદ, કાશ્મીરમાં હાઉસ બોટ સુમસામ ઓલીના બ્લૂ પોપી રિસોર્ટના માલિક કુશાલ સાંગવાને કહ્યું છે કે ઓલીમાં 20 ટકા બુકિંગ રદ છે. જ્યારે કાશ્મીરના શ્રીનગરમાં ઝેલમ નદીમાં માત્ર 0.86 ફૂટ પાણી છે. આવી સ્થિતિ 2017 બાદ સર્જાઇ છે. તમામ હાઉસ બોટ ખાલી છે.
હવે શું : હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતમાં આગામી ચાર પાંચ દિવસ ધુમ્મસ રહેશે. ત્યારબાદ હવામાનની સ્થિતિ સુધરશે