હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
કચ્છમાં (Kutch) છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. ગઇકાલે પણ કચ્છમાં ભૂજ, માંડવી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. નાની ખાખર, ત્રગડી, ગુંદયાળી મસ્કા સહિતના ગામોમાં વરસાદ થયો હતો.
કચ્છ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો. કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કચ્છમાં માંડવીના જામથડા, દશરડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે અલગ અલગ સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે.
કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. ગઈકાલે પણ કચ્છમાં ભૂજ, માંડવી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. નાની ખાખર, ત્રગડી, ગુંદયાળી મસ્કા સહિતના ગામોમાં વરસાદ થયો હતો. તો કચ્છના રતનાલમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનની સાથે કરાનો વરસાદ વરસ્યો હતો. માધાપર, કોટડા, નાડાપા ધાણેટીમાં વરસાદ વરસ્યો હતો. ખાવડા, મોખાણા, મમુઆરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.