હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ગુજરાતમાં (Gujarat) એક તરફ આકરા ઉનાળાની શરુઆત થઇ ગઇ છે બીજી તરફ રાજ્યમાં ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગુજરાતમાં એક તરફ આકરા ઉનાળાની શરુઆત થઇ ગઇ છે બીજી તરફ રાજ્યમાં ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બીજી તરફ ગરમીનો પારો પણ 41 ડિગ્રીને પાર જવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં માં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર આવતીકાલે એટલે કે 13 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ વરસશે. આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માહિતી આપી છે કે રાજયમાં સર્ક્યુલેશન સક્રિય થતા કમોસમી વરસાદ રહેશે.
અમદાવાદમાં 15 અને 16 એપ્રિલે યલો એલર્ટ
બીજી તરફ હવામાન વિભાગે હાલ ગરમીનો પારો 41 ડિગ્રી સુધી રહેશે તેવી આગાહી કરી છે. અમદાવાદમાં 15 અને 16 એપ્રિલે યલો એલર્ટ રહેવાની માહિતી છે. 15 અને 16 એપ્રિલે 41 ડિગ્રી ઉપર તાપમાન જતા હિટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ જાહેર કરાશે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.