હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ચીકીને લઈને વિવાદ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે કવાયત થઇ છે. તો સરકાર દ્વારા પણ મધ્યસ્થી કરાઈ હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે.
અંબાજી મંદિર મોહનથાળ પ્રસાદના વિવાદનો અંત આજે જ આવે તેવી શક્યતા છે. અંબાજી મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ થઈ શકે છે. ચીકીને લઈને વિવાદ બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે કવાયત થઇ છે. તો સરકાર દ્વારા પણ મધ્યસ્થી કરાઈ હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી છે. હવે ચીકી સાથે મોહનથાળનો પણ પ્રસાદ પણ મળી શકે છે. મંદિર દ્વારા પ્રસાદના 2 ઓપ્શન આપવામાં આવી શકે છે. મોડી સાંજ સુધીમાં આ અંગેની જાહેરાત થઈ શકે છે.
અંબાજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી મોહનથાળનો પ્રસાદ બંધ થવાને લઇને વિવાદ ચરમ સીમા પર છે. કેટલાક સ્થાનિક લોકો, ભક્તો અને હિંદુ સંગઠનો દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવાને લઇને છેલ્લા થોડા દિવસથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જો કે આજે જ આ વિવાદનો અંત આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.