હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
1 મે એટલે કે આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે. મહાગુજરાત આંદોલનમાં અનેક લોકોએ શહીદી વહોર્યા બાદ ગુજરાતને નવી ઓળખ મળી હતી. ત્યારે ગુજરાત સ્થાપના દિવસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે.
1 મે એટલે કે આજે ગુજરાત સ્થાપના દિવસ છે. મહાગુજરાત આંદોલનમાં અનેક લોકોએ શહીદી વહોર્યા બાદ ગુજરાતને નવી ઓળખ મળી હતી. ત્યારે ગુજરાત સ્થાપના દિવસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કરીને પ્રજાને ગુજરાતની પ્રગતિની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યુ છે કે, ગુજરાતે પ્રગતિની સાથે સાથે તેની આગવી સંસ્કૃતિથી એક છાપ ઉભી કરી છે. પ્રાર્થના કરૂં છું કે આગામી સમયમાં ગુજરાત નવી ઉંચાઇઓ સર કરે.
બીજી તરફ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યુ છે કે આફતોને અવસરમાં બદલીને ગુજરાત આજે શાંતિ, શક્તિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસનું પર્યાય બની ચૂક્યું છે. ગાંધીજી અને સરદાર સાહેબની આ ભૂમિ આગામી સમયમાં પણ એ જ લગન અને સમર્પણ સાથે દેશની પ્રગતિમાં યોગદાન આપતી રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતની જનતાને શુભકામના પાઠવતા લખ્યુ કે- સૌ નાગરિકોને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ – ગુજરાત ગૌરવ દિવસની હાર્દિક શુભકામના. રાજ્યની સ્થાપનામાં અને ગૌરવવંતા વિકાસમાં યોગદાન આપનાર સૌને કૃતજ્ઞતાસહ વંદન પાઠવું છું. ગુજરાત રાજ્ય સર્વાંગીણ વિકાસના નવા શિખર સર કરે અને ગુજરાતના લોકો સદૈવ સુખ, શાંતિ, સમૃદ્ધિ પામે એજ અભ્યર્થના.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.