Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

November 4, 2024

PM મોદીએ આસામને 14,300 કરોડની આપી ભેટ, AIIMS-ગુવાહાટીનું કર્યું ઉદ્ઘાટન..

Share Post:

KAMDARSAMACHAR.COM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહુના અવસર પર આસામમાં છે. પીએમ આ ખાસ અવસર પર આસામને ખાસ ભેટ પણ આપી છે. વડાપ્રધાન આજે ઉત્તર-પૂર્વીય રાજ્યને રૂ. 14,300 કરોડનો પ્રોજેક્ટ્સ સમર્પિત કર્યો હતો.

આસામના વસંત ઉત્સવ ‘રોંગાલી બિહુ’ના પહેલા દિવસે શુક્રવારે એક દિવસની મુલાકાતે ગુવાહાટી પહોંચ્યા હતા. ગુવાહાટી એરપોર્ટ પર રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું. તેમણે અહીં 14,300 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. પ્રધાનમંત્રીએ 1120 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ ગુવાહાટી AIIMSનું ઉદ્ઘાટન કર્યું, જેનો શિલાન્યાસ મે 2017માં તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.

 ગુવાહાટીમાં AIIMSનું કર્યુ ઉદ્ઘાટન

આ ઉપરાંત તેમણે 500 બેડ સાથેની 3 મેડિકલ કોલેજ નલબારી મેડિકલ કોલેજ, નાગાંવ મેડિકલ કોલેજ અને કોકરાઝાર મેડિકલ કોલેજ પણ આસામના લોકોને સમર્પિત કરી. તેમણે આ મેડિકલ કોલેજોનું વર્ચ્યુઅલ રીતે ગુવાહાટીથી જ ઉદ્ઘાટન કર્યું હતું. ગુવાહાટી એઈમ્સ કામરૂપ (ગ્રામીણ) જિલ્લાના ચાંગસારીમાં બનાવવામાં આવી છે. પૂર્વોત્તરમાં આ પ્રથમ અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન છે, જેને પીએમ મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું. ગુવાહાટી AIIMS આજથી 150 બેડની ક્ષમતા સાથે કામ કરવાનું શરૂ કરશે.

KAMDARSAMACHAR.COM

ગુવાહાટી એઈમ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક પુરણિકે અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દર્દીની સંભાળ સેવા ગયા વર્ષે ઓગસ્ટમાં ટેલિમેડિસિન સાથે શરૂ થઈ હતી અને સ્થાનિક રહેવાસીઓ માટે મર્યાદિત ઓપીડી સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી. AIIMS ગુવાહાટીના મોટાભાગના ક્લિનિકલ વિભાગો કાર્યરત છે અને OPD દરરોજ સરેરાશ 150 દર્દીઓને સંભાળે છે. તેમણે કહ્યું કે ગુવાહાટી AIIMSમાં હાલમાં ઉપલબ્ધ સેવાઓમાં ડે કેર, ફાર્મસી, લેબોરેટરી સુવિધાઓ અને રેડિયોલોજીકલ ટેસ્ટનો સમાવેશ થાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ આસામ એડવાન્સ હેલ્થકેર ઈનોવેશન ઈન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ પણ કર્યો.

લિંક પર ક્લિક કરીને જોડાઓ  kamdarsamachar.com સાથે.

વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.


Share Post:

Read Previous

તલાટી પરીક્ષા માટે 20 એપ્રિલ સુધી ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવું જરૂરી..

Read Next

‘એલ્સા’ વાવાઝોડું હિંદ મહાસાગરમાં સર્જી રહ્યુ છે ભયાનક તોફાન, Australia ને પણ બીક !

Most Popular