હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
બનાસકાંઠા થરાદમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ડાયવર્ઝન રોડ પર પાણી ફરી વળ્યાં. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર ત્રણ ફૂટથી વધુ પાણી ભરાયા જેને કારણે વરસાદી પાણીમાં વાહન બંધ થયા.
બનાસકાંઠાના થરાદમાં પણ ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ છે. થરાદના નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. નીચાણવાળા વિસ્તારમાં રોડ પર ઢીંચણસમા પાણી ભરાયા છે. ભારે વાહનો માટેના ડાયવર્ઝન રોડ પર વરસાદી પાણી ભરાયા છે.
ઢીમા રોડથી સાંચોર હાઇવે પર ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેને કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. એટલું જ નહીં અનેક વાહનો વરસાદી પાણી બંધ પડી રહ્યાં છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નીચાણવાળો વિસ્તાર હોવાથી દર વર્ષ અહીં આવી જ સ્થિતિ પેદા થાય છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઇ કાર્યવાહી કરતું નથી.
બીજી તરફ બનાસકાંઠામાં ભારે વરસાદને કારણે પાલનપુરમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. પાલનપુરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. સુર મંદિર નજીક રસ્તા પર ઢીંચણસમા પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા નેશનલ હાઇવે બંધ કરાયો છે. ચિત્રાસણીથી વાગરોલ-ચંડીસર તરફ ડાયવર્ઝન અપાયું છે. ડાયવર્ઝન અપાતા વાહનચાલકો 30 કિમી વધુ ફરવા મજબૂર બન્યાં હતા.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.