હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
સુરત શહેરના હીરા ઉદ્યોગ ની કંપની એસ વિનોદકુમાર માં કામ કરતા રત્નો કલાકારને કંપનીમાંથી છુટા કરાયા બાદ રત્નકલાકારે લેબરકોટમાં કેસ દાખલ કર્યો હતો જે અન્વયે લેબર કોર્ટે એસ વિનોદ કુમારને રત્નો કલાકારને મંદિરમાં છૂટો કરવા બદલ ₹1.25 લાખ નું ઉચ્ચક વળતર ચૂકવવાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ એ કે રોડ ખાતે સ્થિત શહેરના હિરા ઉદ્યોગની ટોચની કંપની એસ વિનોદકુમાર માં કલાકાર તરીકે કામ કરતા રાજેશભાઈ પંડ્યા ચપકાવારકર તરીકે કામ કરતા હતા મંદીના સમયે કંપની દ્વારા રાજેશભાઈ ને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના છુટા કરી દેવામાં આવ્યા હતા. જે બાબતે રત્નકલાકાર રાજેશભાઈએ એડવોકેટ શ્રીમતી પ્રીતિ જીગ્નેશ જોશી તથા બેલા ગીર નારા મારફતે ન્યાય મેળવવા અરજી કરી હતી.
અરજીના કામે જણાવાયું હતું કે હીરા ઉદ્યોગની આ કંપનીમાં ત્રણથી ચાર હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે જેમાં રાજેશભાઈ ની નોકરી નિયમિત હતી છતાં તેમણે કોઈપણ નોટિસ કે સૂચના આપ્યા વગર ફરજ મુક્ત કરવા સાથે કંપની દ્વારા લેબર કાયદા નું જે પાલન થતું હતું,તે કરવામાં આવ્યું ન હતું કંપની તરફથી કર્મચારીઓને હાજરી પત્રક આપવામાં આવ્યું ન હતું કંપનીએ અરજદારની નિમણૂક બે વખત ખોટી રીતે બતાવી હતી.
આમ ઉપરોક્ત હકીકતોને ધ્યાનમાં લેતા લેબરકોટના પ્રિસાઇડિંગ અધિકારી ડીજે થોળિયા દ્વારા હીરા ઉદ્યોગની કંપની એસ વિનોદ કુમારને રત્નકલાકાર રાજેશ પંડ્યાને ઉચ્ચક વળતર પેટે 1.25 લાખનું વળતર 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો છે કંપની છો તેમ કરવામાં કસુર કરશે તો દર વર્ષે છ ટકા વ્યાજનો ઉમેરો કરી ચૂકવવા હુકમ કર્યો છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.