હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ડુંગળીના ભાવ વધવાનું કારણ સ્થાનિક સ્તરે તેનો પુરવઠામાં કોઈ અવરોધ નથી, કારણ કે ડુંગળીના વેપાર સાથે જોડાયેલા લોકો મુજબ ખેતરથી બજાર સુધી તેને પહોંચાડવાની પ્રક્રિયા સામાન્ય છે.
તેમના મુજબ દેશમાં ડુંગળીનો ભાવ વધવાનું કારણ પાડોશી દેશ ભારત તરફથી ડુંગળીની નિકાસ પર લગાવાયેલો પ્રતિબંધ છે.
ભારતમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને કારણે પાકિસ્તાનમાં ડુંગળીના ભાવને અસર થઈ છે અને તેની કિંમત સ્થાનિક બજારમાં ગત એક મહિનાના સમયમાં કિલોએ દોઢસો રૂપિયા (ભારતીય ચલણમાં આશરે 45 રૂપિયા) વધીને કેટલાંક શહેરોમાં 270 રૂપિયા (ભારતીય ચલણમાં આશરે 80 રૂપિયા) પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.
ભારતે પ્રતિબંધ કેમ લગાવ્યો?
ભારતે આઠ ડિસેમ્બર 2023ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો.
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવાનો ભારતનો હેતુ સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવને વધતા રોકવાનો હતો. જેથી સ્થાનિકોને ઓછી કિંમતે ડુંગળી મળી રહે.
જોકે પાકિસ્તાન ભારતમાંથી ડુંગળીની આયાત નથી કરતું પણ આ પ્રતિબંધથી પાકિસ્તાનમાં પણ ડુંગળીના ભાવ પર અસર પડી છે.
ઑલ પાકિસ્તાન ફ્રૂટ્સ ઍન્ડ વેજીટેબલ એક્સપૉર્ટર્સ, ઇમ્પૉર્ટર્સ ઍન્ડ મર્ચન્ટ્સ ઍસોસિયેશનના ચીફ પેટ્રોન અબ્દુલ વહીદ અહમદે જણાવ્યું હતું કે ભારતમાંથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને કારણે પાકિસ્તાની નિકાસકારોને વિશ્વના વિવિધ દેશોમાંથી ડુંગળીના મોટા ઑર્ડર મળ્યા છે.
તેમણે કહ્યું કે વિદેશી બજારોમાં ડુંગળીની જરૂરિયાત હોવાથી ભારતમાંથી ડુંગળીનો પુરવઠો મળતો બંધ થયા બાદ તેઓ પાકિસ્તાન તરફ વળ્યા અને અહીંથી માલ ખરીદવાનું શરૂ કર્યું.
આ પછી પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ વધવા લાગ્યા.
ફળ અને શાકભાજીના નિકાસકાર અને વેપારી શાહજહાંએ બીબીસીને જણાવ્યું કે જ્યારે ભારતે પ્રતિબંધ લાદ્યો ત્યારે સ્થાનિક જથ્થાબંધ બજારમાં એક મણ ડુંગળીની કિંમત છ હજારથી સાડા છ હજાર રૂપિયા વચ્ચે હતી. તે વધીને એક મહિનામાં નવ હજાર રૂપિયાથી ઉપર થઈ ગઈ.
પાકિસ્તાનમાં ખાદ્ય ચીજવસ્તુઓના સાપ્તાહિક ભાવ સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એકત્રિત કરે છે અને તેના આધારે ફુગાવાનો દર નક્કી કરાય છે.
સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટે આપેલા ડુંગળીના ભાવના ડેટા દર્શાવે છે કે જ્યારે ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે પાકિસ્તાનમાં એક કિલો ડુંગળીની સરેરાશ કિંમત 150 રૂપિયા આસપાસ હતી.
આ કિંમત પાકિસ્તાનનાં વિવિધ શહેરોમાં અલગ-અલગ કિંમતોની સરેરાશ છે. પરંતુ એક મહિના પછી દેશમાં ડુંગળીની સરેરાશ કિંમત 220 રૂપિયા થઈ ગઈ, જ્યારે દેશના કેટલાક ભાગોમાં તેની કિંમત 270 રૂપિયા પ્રતિ કિલો અથવા તેનાથી પણ વધુ છે.
કરાચી ફળ અને શાકભાજી માર્કેટ ઍસોસિયેશનના પ્રમુખ ઝાહિદ અવાને કહ્યું કે હાલમાં બલૂચિસ્તાનનો પાક પૂરો થઈ ગયો છે અને સિંધમાંથી પુરવઠો આવી રહ્યો છે. તેમના મતે જો આ રીતે જ પાકિસ્તાનથી ડુંગળીની નિકાસ થતી રહેશે તો તેની કિંમત વધુ વધવાની આશંકા છે.
ડુંગળી માટે સરકાર શું કરી રહી છે?
હાલ કેન્દ્ર સરકાર તરફથી ડુંગળીની નિકાસ માટે તેની કિંમત વધારી દેવાઈ છે.
કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ કિંમત 1,200 ડૉલર પ્રતિ ટન રાખી છે. જેનો અર્થ એ છે કે આ કિંમત કરતાં ઓછા ભાવે ડુંગળી વિદેશ મોકલી શકાતી નથી. અગાઉ ડુંગળીની નિકાસ કિંમત ઓછામાં ઓછી 750 ડૉલર પ્રતિ ટન હતી.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્થાનિક સ્તરે ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.
મંત્રાલયે કહ્યું છે કે ડુંગળીની સ્થાનિક માગ અને પુરવઠા પર નજર રાખવા અને જરૂર મુજબ નિકાસ કિંમત વધુ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બાંગ્લાદેશ પાકિસ્તાન કરતાં આર્થિક રીતે કેમ આગળ નીકળી ગયું?
ગુજરાતમાં લસણના ભાવ અચાનક ચાર ગણા કેમ થઈ ગયા?
નિકાસમૂલ્ય વધારવાથી શું ડુંગળીનો ભાવ ઘટી શકે છે?
પાકિસ્તાન સરકારે ડુંગળીની લઘુતમ નિકાસ કિંમત બારસો ડૉલર પ્રતિ ટન રાખીને ડુંગળીના સ્થાનિક ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
વિદેશી વેપાર નિષ્ણાત ઇકબાલ તાબીશે બીબીસીને જણાવ્યું હતું કે ભાવ નિયંત્રણની આ પદ્ધતિ નિકાસને રોકવા માટે અપનાવવામાં આવે છે, જેથી દેશમાંથી વધુ પડતી કોઈ પણ વસ્તુને વિદેશમાં જતી અટકાવી શકાય.
તેમણે કહ્યું કે નિકાસના ઊંચા ભાવને કારણે માલ મોંઘો થઈ જાય છે અને વિદેશમાંથી તેની ખરીદી માટેના ઑર્ડર ઓછા આવે છે અને આ રીતે તે માલની ઉપલબ્ધતા દેશમાં સારી રહે છે.
શાહજહાંએ કહ્યું કે નિકાસ કિંમત વધારવાના બદલે સરકારે એવો ક્વૉટા નક્કી કરવો જોઈએ કે આનાથી વધુ ડુંગળીની નિકાસ કરી શકાય નહીં.
તેમણે કહ્યું કે વિદેશોમાં ડુંગળીની માગ વધારે છે અને પાકિસ્તાનમાં ત્રણ-ચાર મોટા નિકાસકારો થકી તેનું નિયંત્રણ થાય છે, જે તેને ઊંચા ભાવે વેચી શકે છે. આથી દેશની અંદર ડુંગળીના ભાવમાં ઘટાડો નહીં થાય.
જોકે અબ્દુલ વહીદ અહમદ તેમની સાથે સંમત નથી. તેમણે કહ્યું કે નિકાસના ભાવમાં વધારાથી ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને એક દિવસમાં તેની પ્રતિ મણ કિંમત 1,000 રૂપિયા સુધી ઘટી ગઈ છે.
તેમણે કહ્યું કે એવી અપેક્ષા છે કે આગામી થોડા દિવસોમાં તેની કિંમત વધુ ઘટશે.