હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ BCCI સેક્રેટરી જય શાહે બંને દેશ વચ્ચે આ માહિતી આપી હતી. એક અહેવાલ અનુસાર ભારતે અફઘાનિસ્તાન સાથે 23 જૂનથી 30 જૂન સુધી ત્રણ વન-ડે સિરિઝ રમવાની હતી, જે બંને બોર્ડની સહમતીથી મુલતવી રાખવામાં આવી હતી.
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે સિરિઝને (India vs Afghanistan ODI Series) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વચ્ચેની વનડે સિરિઝ લગભગ 6 મહિના માટે સ્થગિત કરવામાં આવી છે. ભારતને જૂનમાં અફઘાનિસ્તાન સાથે 3 વન-ડે સિરિઝ રમવાની હતી, જે મોકૂફ રાખવામાં આવી છે. એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ BCCI સેક્રેટરી જય શાહે બંને દેશ વચ્ચે આ માહિતી આપી હતી. એક અહેવાલ અનુસાર ભારતે અફઘાનિસ્તાન સાથે 23 જૂનથી 30 જૂન સુધી ત્રણ વન-ડે સિરિઝ રમવાની હતી, જે બંને બોર્ડની સહમતીથી મુલતવી રાખવામાં આવી હતી.
હવે BCCI સેક્રેટરી જય શાહે કહ્યું કે વર્લ્ડ કપ પહેલા કોઈ સિરીઝ રમાશે નહીં. હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની વનડે સિરીઝ આવતા વર્ષે જાન્યુઆરીમાં રમાશે. તેણે એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની ભાગીદારીની પણ પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમ ચીનમાં 23 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી એશિયન ગેમ્સમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે એપેક્સ કાઉન્સિલે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ભારતીય પુરુષ અને મહિલા ટીમને મંજૂરી આપી દીધી છે.