હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
કેટલાક ભકતો દર વર્ષે હોળીના તહેવાર પર ચાલીને દ્વારકા જતા હોય છે. ભગવાનનુ નામ લઈને નાચતા, ભજન ગાતા, ગરબા-રાસ સાથે કૃષ્ણભકિતમાં રંગાઇ જાય છે.
પાવન નગરી દ્વારકા માં વિવિધ ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે. હોળીનો તહેવાર પણ આસ્થા ઉમંગથી ઉજવવામાં આવે છે. હોળાષ્ટક પ્રાંરભ થતાથી ફાગણની પૂનમ સુધી લાખો ભકતો દુર-દુરથી ચાલીને દ્વારકા પહોચે છે અને ભગવાન સાથે હોળી ઉત્સવ ઉજવે છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ચાલીને દ્વારકા આવતા હોય છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ 5 કિમીથી 500 કીમી સુધી ચાલીને દ્વારકા જતા હોય છે.
હોળાષ્ટકનો પ્રાંરભ થતા દ્વારકા તરફ જતા તમામ રસ્તા પર પદયાત્રીઓની મોટી સંખ્યા જોવા મળે છે. હોળીનો તહેવાર નજીક છે. ત્યારે રાજકોટ-જામનગર-ખંભાળીયા-દ્રારકાના હાઈવે પર લાખો લોકો ચાલીને દ્વારકા તરફ જતા જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભુમિ દ્વારકામાં વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો ભકિત ભાવથી ઉજવાય છે. દ્વારકામાં પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. શ્રધ્ધાળુઓ પોતાના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ સાથે હોળી રમવા માટે ફુલડોર ઉત્સવમાં જાય છે.
દૂર દૂરથી પગપાળા આવે છે શ્રદ્ધાળુ
લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ 5 કિમીથી 500 કીમી સુધી ચાલીને દ્વારકા જતા હોય છે. કેટલાક ભકતો દર વર્ષે હોળીના તહેવાર પર ચાલીને દ્વારકા જતા હોય છે. ભગવાનનુ નામ લઈને નાચતા, ગાતા, ભજન, ગરબા-રાસ અને કૃષ્ણભકિતમાં રંગાઇ જાય છે. ભકતોને દિવસો સુધી ચાલીને જવાનો કોઈ થાક લાગતો નથી.હાલ છેલ્લા કેટલાક દિવસોથી ભકતોનો ધોડાપુર દ્વારકા તરફ જતા તમામ રસ્તા પર જોવા મળે છે. ભકતો હોળી ઉત્સવ માટે અગાઉથી રાજયભરના વિવિધ શહેરોમાંથી પગપાળા દ્વારકા આવે છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.