હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કિરણ પટેલને અમદાવાદના મેટ્રો કોર્ટમાં હાજર કરાયો છે. જે પછી હવે કિરણ પટેલની નવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરશે.
મહાઠગ કિરણ પટેલના કૌભાંડના ઉદ્યોગપતિથી લઇ પ્રધાનો સુધી અનેક લોકો ભોગ બન્યાં છે અને પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપી કિરણ પટેલ અનેક કૌભાંડની કબૂલાત કરી રહ્યો છે. ત્યારે હવે મહાઠગ કિરણ પટેલને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં લવાયો છે.
ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કિરણ પટેલને અમદાવાદના મેટ્રો કોર્ટમાં હાજર કરાયો છે. જે પછી હવે કિરણ પટેલની નવા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ ધરપકડ કરશે. નવા કેસમાં પોલીસ કિરણ પટેલના 10 દિવસના રિમાન્ડની માગ કરશે. નારોલની જમીનના દસ્તાવેજ નહીં કરી આપવાના કેસમાં કિરણ પટેલના રિમાન્ડ માંગવામાં આવશે.
બે દિવસ પહેલા એટલે કે 16 એપ્રિલે મહાઠગ કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 18 એપ્રિલ સુધી કિરણ પટેલના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ક્રાઇમ બ્રાંચે 7 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહાઠગે હયાતમાં G-20 સમીટ નામે ઇવેન્ટ કરીને છેતરપિંડી આચરી હતી. જે મુદ્દે કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરાયો હતો.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.