હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ કેસમાં મનીષ સિસોદિયા ની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમકે નાગપાલની કોર્ટે એક્સાઈઝ પોલિસી સંબંધિત સીબીઆઈ અને ઈડી બંને કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 1 મે સુધી વધારી દીધી છે. ત્યારે મનીષ સિસોદિયા સાથે એક્સાઈઝ કૌભાંડ કેસના આરોપી અરુણ રામચંદ્ર પિલ્લઈ અને અમનદીપ ધલની ન્યાયિક કસ્ટડી પણ લંબાવવામાં આવી છે. ED દ્વારા નોંધાયેલા કેસમાં અરુણ પિલ્લઈ અને અમનદીપ ધલની ન્યાયિક કસ્ટડી 29 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, જેમને કથિત એક્સાઇઝ કૌભાંડ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા, તેમની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ તેમની ઘણા દિવસોના રિમાન્ડ પર પૂછપરછ કરી, ત્યારબાદ કોર્ટે સિસોદિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
તમને જણાવી દઈએ કે, 27 ફેબ્રુઆરીએ કોર્ટે સિસોદિયાને સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા, જેથી તપાસ એજન્સી નિષ્પક્ષ તપાસ માટે તેમની સમક્ષ મૂકવામાં આવેલા સવાલોના જવાબ મેળવી શકે. કોર્ટે કહ્યું હતું કે આરોપી અગાઉ બે વખત તપાસમાં જોડાયા હતા. જો કે, તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપ્યા ન હોવાનું જોવા મળ્યું હતું. હાલ તે તિહાર જેલમાં બંધ છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.