હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
IPL 2023 માં અત્યારે જ એટલા 200 પ્લસ રન બની ચૂક્યા છે કે જૂના બધા રેકોર્ડસ ટૂટી ગયા છે. આ સીઝન IPL ઇતિહાસમાં સૌથી વધુ 200 પ્લસ સ્કોરની સાક્ષી બની છે. અત્યાર સુધી 200 પ્લસનો સ્કોર 24 વખત નોંધાયો છે.
ક્રિકેટની રમતમાં ખાસ કરીને ટી20 ફોર્મેટમાં સદીઓની સુનામી આવે તો પણ વાત સમજમાં આવે. પણ, IPL 2023 માં તો 42 મેચ બાદ સદીના નામે ફક્ત 3 જ સેન્ચુરી ફટકારવામાં આવી છે. હેરી બ્રુક, વેંકટેશ ઐયર અને યશસ્વી જાયસ્વાલે આ સીઝનમાં ત્રણ સદી ફટકારી છે. તે બાદ પણ 200 રનનો ટોટલ, બે કે દસ વખત નહીં પણ 24 વખત પાર થયો છે. એટલે કે 42 મેચમાં 24 ઈનિંગ એવી રહી છે કે જેમાં ટીમે 200 પ્લસનો સ્કોરનો હાંસિલ કર્યો છે. સવાલ એ છે કે આવું કેમ? કારણ કે ગત 15 સીઝનમાં આવું થયુ ન હતું. તો પછી આ સીઝનમાં આટલો વિસ્ફોટ કેમ કે તમામ રેકોર્ડ ધવ્સ્ત થઇ ગયા.
આવો હવે નજર કરીએ તે કારણો પર જેના લીધે આ સીઝનમાં રનોનો વરસાદ થયો છે. ટીમ 200 પ્લસનો સ્કોર બનાવવાથી કેમ ચૂકી નથી રહી.
પ્રથમ કારણ છે કે બેટ્સમેન કોઇ પણ માઇલસ્ટોન વિશે વિચાર કર્યા વગર રન બનાવી રહ્યા છે. તે સદીની નજીક પહોંચીને પણ તોફાની અંદાજમાં બેટીંગ કરી રહ્યા છે. તે ટીમ માટે નીડર થઇને રન બનાવી રહ્યા છે. આ જ કારણ છે કે અત્યાર સુધી આઇપીએલમાં ફક્ત ત્રણ સદી જ નોંધાઇ છે. કારણ કે ઘણા બેટ્સમેનને નાઇન્ટીઝમાં પોતાની વિકેટ ગુમાવવી પડી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.