હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
રાજય સરકારે લઘુતમ વેતન માટે ગુજરાતને બે ઝોનમાં વિભાજીત કર્યું છે ઝોન-1 માં તમામ કોર્પોરેશન શહેરોને આવરી લેવામાં આવ્યા છે.જયારે ઝોન-2 માં રાજયના અન્ય તમામ ભાગો સામેલ કરવામાં આવ્યા છે. કુશળ-સેમીકુશળ તથા બિનકુશળ એમ ત્રણ ભાગોમાં કામદારોનાં વેતન નકકી કરવામાં આવ્યા છે.આજ રીતે ઔદ્યોગીક ઝોનને પણ ગણતરીમાં લઈને વેતન નકકી કરવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની ગૃહમાં જાહેરાત કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9887.80 મળતું હતું, જે હવેથી રૂ. 12324 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું, જે હવેથી રૂ. 11986 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11,752 મળશે.
ગુજરાત રાજય મા અગાવ માસિક 9887.80 રૂપિયા લઘુતમ વેતન હતુ જે હાલ ની મોંઘવારી પ્રમાણે ખૂબ ઓછુ હતુ જેના કારણે શ્રમિકો ને ઘર ગુજરાન ચલાવવા મા ભારે સંઘર્ષ કરવો પડતો હતો અને મોટા ભાગ ના શ્રમિકો આર્થિક સંકટ મા ફસાઈ ગયા હતા
ત્યારે હાલ સરકારે જે લઘુતમ વેતન વધારવા નો નિર્ણય કર્યો છે આવકાર્ય છે પણ ગુજરાત મા ઔધોગિક એકમો મા કામ કરતા કામદારો ને લઘુતમ વેતન ધારા હેઠળ પગાર વધારો મળશે કે કેમ એ અગત્ય નો સવાલ શ્રમિકો ને સતાવી રહ્યો છે કેમ કે ગુજરાત ના મોટા ભાગ ના ઔધોગિક એકમો મા મજુર કાયદા નુ પાલન થતુ નથી
શ્રમિકો મા એવી પણ ચિંતા છે કે સરકારે લઘુતમ વેતન મા જે વધારો કર્યો એ મોંઘવારી પ્રમાણે ખૂબ ઓછો કહેવાય હજી વધારે લઘુતમ વેતન વધારવા ની જરૂર હતી હાલ શ્રમિકો મોંઘવારી ના કારણે પાયમાલ થઈ રહ્યા છે અને આર્થિક સંકટ મા સપડાય રહ્યા છે જેના કારણે કામદારો મોટી સંખ્યા મા આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે હવે સરકાર ના નિર્ણય ની કેવી અસર પડે છે તે જોવુ રહ્યું