Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

December 6, 2024

સુરતના ફ્રુટ માર્કેટમાં કેરીની ગુણવતાને લઇ આરોગ્ય વિભાગના દરોડા..

Share Post:

KAMDARSAMACHAR.COM

કુદરતી રીતે પાકેલી કેરીનું વેચાણ કરવાને બદલે રાસાયણ દ્વારા કેરી પકવીને કેરી વેચનારા વેપારીઓ સામે સુરતના આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે.

ઉનાળાની શરૂઆત થઇ ગઈ છતાં આ વખતે માવઠાને કારણે કેરી પાક ઉપર ખૂબ મોટી અસર થઈ છે. જેને લઇ કેરીનો પાક બજારમાં મોડો આવ્યો છે. પરંતુ હવે ધીરે ધીરે કેરી માર્કેટમાં આવવાની શરૂ થઈ ગઈ છે. આ દરમ્યાન કુદરતી રીતે કેરી પકવવાને બદલે હાનિકારક રસાયણ કે દવાઓ દ્વારા કેરી પકવીને વેચનારા લોકો સામે આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. સુરતના જાણીતા મહાત્મા ફ્રુટ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જે દરમિયાન અલગ અલગ કેરીના સ્ટોલ ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

કેરીની ગુણવતા અંગે આરોગ્ય વિભાગ સતર્ક

સુરતમાં ફળો માટે એમ.જી માર્કેટ ખૂબ જ જાણીતુ છે તમામ સિઝનના ફ્રુટ આ માર્કેટમાં મળતા હોય છે. હાલ જયારે કેરીની સીઝન આવતાની સાથે જ કેરીના રસિયાઓમાં રાજી થયા છે. જોકે ગ્રાહકોને, પાકેલી કેરી ખવડાવવા માટે વેપારીઓ દ્વારા રસાયણ દ્વારા કેરી પકવવામાં આવે છે. આવી રીતે પકવવામાં આવેલ કેરીની ગુણવતા સામે અનેક સવાલો ઉભા થતા હોય છે. જેની સામે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્યને નુકસાન થાય તે રીતે કેરી પકવતા વેપારીઓ પર કાર્યવાહી હાથ ધરવા માટે સુરતના માર્કેટમાં હેલ્થ વિભાગે દરોડા પાડ્યા છે.

KAMDARSAMACHAR.COM

આરોગ્ય વિભાગની ટીમના દરોડા

મહાત્મા ફ્રુટ માર્કેટમાં આરોગ્ય વિભાગના ઓફિસર સહિત સમગ્ર મનપા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જે અતર્ગત કાર્બનથી કેરી પકવતા વેપારીઓ પર તવાઈ બોલાવાઈ છે. મહત્વનું છે કે, બજારમાં પાકી કેરીનું પહેલા વેચાણ કરી પૈસા કમાવાની લાલચે કેટલાક વેપારીઓ કેરીને પકવવા માટે રસાયણનો ઉપયોગ કરતા હોય છે. જેની તપાસ હાથ ધરાઈ હતી.

લિંક પર ક્લિક કરીને જોડાઓ  kamdarsamachar.com સાથે.

વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.


Share Post:

Read Previous

મુખ્યમંત્રી કાર્યાલયના OSD વી ડી વાઘેલાને કરાયા ફરજ મુક્ત કરાયા..

Read Next

કોંગ્રેસ નેતા એ.કે.એન્ટોનીના પુત્ર અનિલ ભાજપમાં જોડાયા, જાન્યુઆરીમાં કોંગ્રેસ છોડી હતી..

Most Popular