Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

November 4, 2024

Gujarat :- મંદીના માહોલમાં પડતાં પર પાટું: 150 કરોડમાં પાર્ટી ઉઠી જતા સુરત- મુંબઈ વેપારીઓના હોંશ…

Share Post:

100% NATURAL DIAMOND BIG 500 PCS 1 MM Lot Certified E Color VVS1 Grade 2.50  TCW | eBay

મંદીના માહોલમાં પડતાં પર પાટું 150 કરોડમાં પાર્ટી ઉઠી જતા સુરત મુંબઈ વેપારીઓના હોંશ ઉડ્યા


Surat-Mumbai:- હીરાનગરી સુરતમાં છેલ્લા કેટલાય સમયથી હીરાના વેપારને જાણે કે ગ્રહણ લાગ્યું હોઈ તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.સુરતમાં હીરા ઉદ્યોગની ચમક ઝાંખી પડતા હીરા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે.ત્યારે આ પરિસ્થિતિની વચ્ચે આગમાં જાણે કે ઘી હોમાણુ હોઈ તેવો ઘાટ સર્જાયો છે. કારણકે,બેંગકોક-હોંગકોંગની હીરા પેઢીનું 7.8 મિલિયન અમેરિકન ડોલરમાં ઉઠમણું કર્યું હોવાના મેસેજ વાઇરલ થયા પછી સુરત, મુંબઈના 150 જેટલા લેણદારો દોડતા થઈ ગયા છે. બેંગકોક અને હોંગકોંગમાં ઓફિસ ધરાવતા ઇટાલિયા અટક ધારી પેઢીના માલિકને દિવાળી અગાઉ ક્રેડિટ પર તૈયાર હીરા આપનાર સુરત-મુંબઈના(Surat-Mumbai) 150 હીરા વેપારીનો માલ ફસાયો હોવાની વિગત સામે આવી છે.

સમયસર પેમેન્ટ નહી કરતા કેટલાક મોટા લેણદારો થાઇલેન્ડ પહોંચ્યા
આ અંગે મળતી માહિતી મુજબ,ભારત, હોંગકોંગ, બેંગકોકનાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ભાગ લેતી આવી છે. પેઢીની શાખ સારી હોવાથી સુરત, મુંબઈની નાની મોટી કંપનીઓએ ક્રેડિટ પર માલ આપ્યો હતો. પેઢીએ સમયસર પેમેન્ટ નહી કરતા કેટલાક મોટા લેણદારો થાઇલેન્ડ પહોંચ્યા હતા. ત્યારે બેંગકોક-હોંગકોંગની હીરા પેઢીનું 7.8 મિલિયન અમેરિકન ડોલરમાં ઉઠમણું કર્યું હોવાનું હીરા ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. જેને લઇ હીરાના વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા હતા.

લેણદારોને ચૂકવવા પાત્ર 6 મિલિયન અમેરિકન ડોલર ચૂકવવાના બાકી
લેણદારોએ કડક ઉઘરાણી શરૂ કરતા આ કંપનીએ 1.7 મિલિયન ડોલરનો માલ સ્ટોકમાં હોવાનું જણાવી, પંચ બેસાડવામાં આવ્યું હતું. આ કંપનીએ નાદારી સાબિત કરવા 1.7 મિલિયન અમેરિકન ડોલરનો માલ લેણદારોને આપી દીધો હતો. પણ કંપની પાસે લેણદારોને ચૂકવવા પાત્ર 6 મિલિયન અમેરિકન ડોલર ચૂકવવાના બાકી છે.કંપનીના માલિકો મૂળ ભાવનગરના વતની
આ કંપનીના માલિકો મૂળ ભાવનગરના વતની છે. બેંગકોક, હોંગકોંગમાં આ કંપનીએ ઓફિસ બંધ કરી દીધી છે. લેણદારો પહોંચ્યો ત્યારે થાઇલેન્ડની આ કંપનીનો સ્ટોર ખાલી હતો. આ મામલે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આ ઘટનાની સંપૂર્ણ તપાસની માંગણી કરવામાં આવી છે.


Share Post:

Read Previous

અયોધ્યા રામ મંદિર / હવેથી VNSGU ભણાવશે શ્રીરામ જન્મભૂમિનો ઈતિહાસ: શરૂ કરાશે સર્ટિફિકેટ કોર્સ…

Read Next

GUJARAT NEXT: ભારતની પહેલી બુલેટ ટ્રેન:320 કિમીની ઝડપે દોડશે, 70 હાઈવે, 21 નદીઓ પાર કરશે, 468 કિમી લાંબો ટ્રેક એલિવેટેડ…

Most Popular