હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ધોરણ 12ના સંસ્કૃત વિષયની પરીક્ષા ફરી લેવાશે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરાયો છે. કારણ કે, સંસ્કૃતના પેપરમાં અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછાયા હતા. ત્યારે બહારના પ્રશ્નો પૂછાયા હોવાથી ફરી પરીક્ષા લેવાશે. 29 માર્ચે સંસ્કૃતની પરીક્ષા ફરી લેવામાં આવશે તેવી જાહેરાત બોર્ડ દ્વારા કરાઈ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ પરીક્ષા સચિવ તરુલત્તા પટેલે કહ્યું
સંસ્કૃતના પેપરમાં અમુક પ્રશ્નો અલગ અભ્યાસક્રમમાંથી પૂછાયા હતા, જેના કારણે આ પેપરને રદ્દ કરીને વિદ્યાર્થીઓના હિતમાં સંસ્કૃતનું પેપર ફરી લેવાનો નિર્ણય કરાયો છે.
નાયબ પરીક્ષા સચિવ તરુલત્તા પટેલે જણાવ્યું કે, આગામી 29 માર્ચના રોજ પેપર ફરીથી લેવામાં આવશે. આશરે 580 જેટલા વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.