હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકને રાજયપાલે મંજૂરી આપી હતી. આથી હવે આ વિધેયક કાયદો બનશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મંજૂરી બાદ નવો કાયદો બન્યો છે અને સરકારી ગેઝેટ સાથે કાયદાની અમલવારી શરૂ થશે અને હવે યોજાનારી સરકારી ભરતી પરીક્ષાઓ માટે નવો કાયદો લાગુ પડશે.
ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક ને રાજયપાલે મંજૂરી આપી હતી. આથી હવે આ વિધેયક કાયદો બનશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મંજૂરી બાદ નવો કાયદો બન્યો છે અને સરકારી ગેઝેટ સાથે કાયદાની અમલવારી શરૂ થશે અને હવે યોજાનારી સરકારી ભરતી પરીક્ષાઓ માટે નવો કાયદો લાગુ પડશે. નોંધનીય છે કે ફ્રેબુઆરી માસમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક- 2023 સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યું હતું.
વારંવાર ફૂટતા પેપરે ગુજરાતની પરીક્ષા પધ્ધતિ પર અનેક સવાલો અને વિવાદો ઊભા કર્યા, જોકે હવે સરકારે તેની ઉપરનો ટોલરન્સ નીતિ અપનાવી છે .ભરતી પરિક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કરેલું વિધેયક પસાર થઈ ગયું છે. જેમાં પેપર ફોડનાર સામે કોઈ ચોક્કસ કાયદો ના હોવાના કારણે તેઓને છૂટવાનો અવસર મળતો હતો. જેના લીધે ભવિષ્યમાં કોઈ પેપર ફોડવાની હિંમત કરશે તો 10 વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે.
ગુજરાતમાં અવારનવાર સરકારી ભરતીના પેપરલીક થતા સરકારની ટીકા થઈ રહી હતી અને તેમાં પણ છેલ્લે જૂનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર ફૂટતા સરકાર પર દબાણ વધ્યુ. જોકે આરોપીઓેને તાબડતોડ કાર્યવાહી કરતા ઝડપી લેવામાં આવ્યા. સરકાર પર વિપક્ષે દબાણ વધાર્યુ અને સાથે જ પરિક્ષાર્થીઓના રોષને સમજતા સરકારે વિધાનસભામાં વિધેયક રજૂ કર્યુ હતું.
ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રજૂ કર્યુ હતુ અને સાથે જ તેઓએ કહ્યુ હતુ કે તેઓ સ્વીકારે છે કે પેપર ફૂટ્યુ હતુ પરંતુ હવે આવુ ના થાય અને પરિક્ષાર્થીઓને ફાયદો થાય તેવો કાયદો બનશે. સાથે જ કહ્યુ કે સરકારે અન્ય રાજ્યોના વિધેયકોનો અભ્યાસ કરીને આ વિધેયક બનાવ્યુ હોવાની વાત કરી હતી. સરકારનું માનવું છે કે પેપરલીક મામલે હવે કાયદો બન્યો છે કોઈપણ પેપરલીક કરતા વિચારશે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.