Breaking News :

હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..

ગુજરાતમા બનશે નવી પાંચ યુનિવર્સિટી વિધાનસભા ગૃહમાં આજે મંજૂરી આપવામાં આવશે..

ગુજરાત ના કામદારો માટે સરકાર નો મહત્વ નો નિર્ણય….

સુરતમાં આ દિવસે આવશે પાણીકાપ ? ઉનાળાની શરૂઆત માંજ સુરતીઓ ઉપર આવી પાણી ની આફત?

સુરતની યુવતી પર દુષ્કર્મ ના કેશમાં આસારામ ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી ,9 વર્ષથી કેસ ચાલતો હતો….

સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો…

સુરત વરાછાના ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી નો મહાનગરપાલિકાના કમિશનરને પત્ર.

ગુજરાતમાં નવા 29 કેન્દ્ર ઉપર શ્રમિક અન્નપૂર્ણા યોજના શરૂ, ઈ-નિર્માણ કાર્ડથી મળશે ભોજન..

નવસારી: ચીખલી હાઈવે પર કન્ટેનર અને ઈનોવા વચ્ચે ગંભીર અકસ્માત, 4નાં મોત….

સુરત: વ્યાજખોરના ત્રાસથી રત્નકલાકારે આપઘાત કરી જીવન ટૂંકાવવી દીધું.

November 4, 2024

Gold Silver Rate Today: સોનાના ભાવમાં ફરી ભડકો, એક તોલાનો ભાવ 68000 ને પાર

Share Post:

News18 Gujarati

રાજકોટ અમદાવાદ માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. આજે સોનાના ભાવ 68 હજારને પાર નોંધાયા હતા.

સોના ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ગઈકાલે જ્યારે માર્કેટ બંધ થયું ત્યારે સોનાના ભાવ 68 હજાર 110 રૂપિયા નોંધાયો હતો. જ્યારે ચાંદીનો ભાવ 75 હજાર 220 રૂપિયા નોંધાયો હતો. છેલ્લા ઘણા સમયથી સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા 2 મહિનામાંથી સોના-ચાંદીના ભાવમાં 2થી 4 હજારનો વધારો નોંધાયો છે.

રાજકોટમાં ગઈકાલે સોનાએ રેકોર્ડબ્રેક સપાટી વટાવતા સોનાની કિંમત 68 હજારને પાર પહોંચી ગઈ હતી. 1947માં 10 ગ્રામ સોનાની કિંમત 88 રૂપિયાની આસપાસ નોંધાઈ હતી. અને આજે એટલે કે વર્ષ 2024માં સોનાની કિંમત 68 હજારને પાર પહોંચી ગઈ છે. રોકાણના તમામ વિકલ્પોમાં વળતરની દ્રષ્ટિએ સોનું ટોચ પર રહ્યું છે.

24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે. જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે.24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરેટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતુ જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે.

આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.


Share Post:

Read Previous

બિલ ગેટ્સને AIના ઉપયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પીએમ મોદીએ જણાવ્યું, ડ્રાઈવર દ્વારા કરાતો હતો તેનો ઉપયોગ

Read Next

મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર: ગેસ સિલિન્ડરમાં સીધો આટલા રૂપિયાનો ઘટાડો, ગૃહિણીઓ મોજમાં…

Most Popular