હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
પોલેન્ડમાં યોજાયેલા 30માં ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફેસ્ટીવલમાં ગુજરાતના બાળકોએ ભારતનો ડંકો વગાડ્યો છે. વિશ્વના 12 દેશોના 7થી8 ડાન્સગૃપે આ ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો જેમા અમદાવાદની ડાયનામાઈસ સ્કૂલના બાળકોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ અને ગુજરાતની સંસ્કૃતિને રજૂ કરતી ઝાંખી રજૂ કરી હતી.
ગુજરાતીની ઝાંખીની પ્રતિતી અત્યારે વિદેશથી G-20ના મહેમાનો માણી રહ્યા છે ત્યારે વિશ્વ મંચ પર પણ હવે આપણા કલ્ચર જોવા મળ્યું. પોલેન્ડમાં 30મો આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન મહોત્સવ યોજાયો. ગૌરવની વાત એ છે વિશ્વના 12 દેશો જેવા કે, સ્લોવેકિયા, ચેક રિપબ્લિક, યુ.એસ.એ, રશિયા, ફિનલેન્ડ, તુર્કી તેમજ પોલેન્ડના વિવિધ રાજ્યોના 7થી 8 ડાન્સ ગ્રુપ ભાગ લીધો. તેમાં અમદાવાદના ડાયનામાઈસ ચિલ્ડ્રન એકેડેમીના 10થી 16 વર્ષના 15 બાળકો પણ ભાગ લીધો. જેઓ ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું.
આ ફેસ્ટિવલ 22થી 29 જુલાઈ પોલેન્ડના નોવી સોકઝ ખાતે યોજાયો. આ આયોજન પોલેન્ડની સરકાર અને ત્યાંની મ્યુનિસિપલ દ્વારા આયોજિત કરાયો. આ કાર્યક્રમાં ઓપનિંગ સેરેમની બાદ પરેડ, વિવિધ દેશના રાજ્યોના ડાન્સના પ્રોગ્રામ તેમજ ક્લોઝિંગ સેરેમનીનું પ્રસારણ દેશની રાષ્ટ્રીય ચેનલ પર પ્રદર્શિત કરવામાં આવ્યુ.

લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.