હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
બોરર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમે પ્રથમ બંને ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. જ્યારે ઈંદોર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. ત્રણેય ટેસ્ટની પીચને લઈ ઓસ્ટ્રેલિયન દિગ્ગજો સવાલો કરી રહ્યા છે.
તેના અંતિમ ચરણમાં પહોંચી છે. 4 ટેસ્ટ મેચોની સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. આ પહેલા ભારતે નાગપુર અને દિલ્હી ટેસ્ટને જીતીને ટ્રોફી રિટેન કરી લીધી છે. હવે શ્રેણીમાં વિજય મેળવવા માટે અમદાવાદ ટેસ્ટમાં હારથી બચવુ જરુરી છે. ઈન્દોર ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયોનો ખુશીઓ સાથે સતત ભારતીય પીચને લઈ સવાલો ઉઠાવી રહ્યા છે. પીચને લઈ નિવેદનો વચ્ચે હવે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસ્કરે સવાલો ઉઠાવનારા ઓસ્ટ્રેલિયન દિગ્ગજો પર નિશાન તાક્યુ છે. તેઓએ સવાલો ઉઠાવનારાઓ જવાબ વાળ્યો છે કે, પીચ પર નહી પોતાના પસંદગીકારોને સવાલો કરવા જોઈએ.
ગાવાસ્કરે પીચનો જવાબ આપતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના સિલેક્ટર્સ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ગાવાસ્કરે એટલી હદે કહી દીધુ હતુ કે, તેમને ટીમ પસંદ કરતા જ નથી આવડી રહી અને તેમની ભૂલોને કારણે ટીમ 15ને બદલે 12 ખેલાડીઓની સ્ક્વોડમાંથી પ્લેઈંગ ઈલેવન પસંદ કરવી પડી હતી. આગળ કહ્યુ હતુ કે, પસંદગીકારોએ રાજીનામુ ધરી દેવુ જોઈએ.
કોણ છે હારનુ કારણ, ગાવાસ્કરે બતાવ્યુ
પૂર્વ કેપ્ટન ગાવાસ્કરે એક શોમાં વાતચીત દરમિયાન બતાવ્યુ હતું કે, “ઓસ્ટ્રેલિયાના દિગ્ગજો તેમના ભૂતપૂર્વ ખેલાડીઓને કોસી રહ્યા છે જ્યારે તેઓએ પસંદગીકારોને લક્ષ્ય બનાવવા જોઈએ. તમે આવા ત્રણ બોલરો (જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક અને કેમેરોન ગ્રીન) કેવી રીતે પસંદ કરી શકો છો જે પ્રથમ બે ટેસ્ટમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતા. તે અડધી શ્રેણીની વાત હતી. તેમણે ફક્ત 13 ખેલાડીઓમાંથી તેમની ટીમને પસંદ કરવાની હતી.”
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.