હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
રાહુલ ગાંધી સામેના માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદા સામે સજા પર સ્ટે અંગે આગામી 13 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.
રાહુલ ગાંધી સામેના માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં 13 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે. માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને થયેલી બે વર્ષની સજા પર સ્ટે અંગે થયેલી અરજી પર આગામી 13 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે. માનહાનિ કેસમાં સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને રેગ્યુલર જામીન આપ્યા છે. માનહાનિ કેસમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટમાં ફાઈલ કરવમાં આવી છે.
આપને જણાવી દઈએ કે નીચલી કોર્ટના ચુકાદા સામે રાહુલ ગાંધીએ ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે. આ અંગે રાહુલ ગાંધીની લીગલ ટીમ દ્વારા સેશન્સ કોર્ટમાં અરજી ફાઈલ કરવામાં આવી હતી. જો કે સુરત સેશન્સ કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને જામીન આપ્યા છે. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.