હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
સાધુનો વેશધારણ કરી સૌરાષ્ટ્રભરમાં 15 પરીવાર સાથે છેતરપીંડી કરનાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા. જામનગર જિલ્લાના જામજોધપુરના ગીંગણી ગામના સરપંચે પોતે આ સાધુ દ્વારા છેતરાયા હોવાનુ પોલિસ ફરીયાદમાં નોંધાવતા, તપાસ દરમ્યાન ગુનો કર્યાની કબુલાત પણ આરોપીઓએ કરી છે.
અંધશ્રદ્ધા કે અન્ય બાબતોમાં વિશ્વાસ રાખી મુસીબતમાં મુકાયેલો માનવી પોતાની મુસીબતો માંથી બહાર આવવાનો પ્રયાસ કરતો રહે છે. ત્યારે સૌરાષ્ટ્રભરમાં 15 પરીવાર સાથે છેતરપીંડી કરનાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાયા છે. જોકે આ ગુનો કર્યાની કબુલાત પણ આરોપીઓએ કરી છે.
અંધશ્રદ્ધા ફેલવીને પડાવતા હતા નાણાં
જામનગર જીલ્લાના જામજોધપુરના ગીંગણી ગામના સરપંચે પોતે આ સાધુ દ્વારા છેતરાયા હોવાનુ પોલિસ ફરીયાદમાં નોંધાવ્યું હતું. પોલિસ દ્વારા છેતરપીંડી કરનાર ટોળકીને પકડી પૂછતાછ કરતા ટોળકીએ 2004થી અંધશ્રધ્ધા દ્વારા લોકોને વિશ્વાસમાં લઈને કરોડોની છેતરપીંડી કર્યાની કબુલાત આપી છે. ગીંગણી ગામના સરપંચને કરોડપતિ બનાવવાના તેમજ બીમારી, દુખ દુર કરવાના નામે સવા કરોડની છેતરપીંડી કરી હતી.
ગામના સરપંચ પણ બન્યા હતા શિકાર
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલા ગીંગણી ગામના સરપંચે પોતની સાથે છેતરપીંડી થયાની ફરીયાદ આપતા પોલિસ ફરીયાદના આધારે ટોળકીના ચાર સભ્યોને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ભોગ બનનાર રમેશ હંસરાજ કાલરીયાએ જામજોધપુર પોલિસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવી હતી. જેમાં આ ઢોંગી સાધુઓ દ્વારા તેની પાસેથી 87 લાખ રોકડ અને સોના દાગીના સહીત કુલ 1.28 કરોડની છેતરપીંડી કરી હોવાનું જણાવ્યું હતું.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.