હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
રોન મલ્કા વર્ષ 2018માં ભારતમાં ઈઝરાયેલના રાજદૂત બન્યા. હવે તેમને અદાણી ગ્રુપની માલિકીની હાઈફા પોર્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવવામાં આવ્યા છે. જાણો તેમના વિશે..
ભારત માં ઇઝરાયેલના પૂર્વ રાજદૂત રોન મલ્કાની, હાઇફા પોર્ટ કંપની (HPC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કંપની ઇઝરાયેલના ગેડોટ ગ્રુપ અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડની માલિકીની છે. ભૂતપૂર્વ રાજદૂત રોન મલ્કાએ ટ્વીટ કર્યું છે કે આ પદ સંભાળ્યા બાદ હું સન્માનિત અનુભવું છું. મલકાને વેપાર અને નાણાંકીય બાબતોમાં જાણકાર માનવામાં આવે છે.
રોન મલ્કાએ ટ્વીટ કર્યું કે, અદાણી વતી હાઈફા પોર્ટ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા અને આજે પદ સંભાળ્યું. ગેડોટ અને અદાણી ગ્રુપનો અનુભવ અને પોર્ટ કર્મચારીઓનું સમર્પણ હાઈફા પોર્ટને નવી ઊંચાઈએ લઈ જશે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.