હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
મુશળધાર વરસાદથી ગુજરાતના 30 જળાશયો હાઈ એલર્ટ પર…તો છલોછલ થતા 12 ડેમ એલર્ટ પર…ભારે વરસાદથી 207 ડેમમાં જળસંગ્રહ વધીને 46.57 ટકા થયો…
આગાહી વચ્ચે ગુજરાતમાં ચારેતરફ વરસાદ જ વરસાદ છે. આવામાં નદી નાળા છલકાઈ ગયા છે. પરંતું મુશળધાર વરસાદથી ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. સરવાળે સ્થિતિ એવી છે કે, ગુજરાતના 30 ડેમ હાઈ એલર્ટ પર, 12 ડેમ એલર્ટ પર છે. ભારે વરસાદ બાદ જળાશયોમાં પાણી વધ્યુ છે. 207 જળાશયોમાં સરેરાશ જળસંગ્રહ વધીને હવે 46.56 ટકા થયું છે. 22 જળાશય હાલ છલોછલ સ્થિતિમાં છે.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું વિધિવત આગમન થયું છે. જેથી ગુજરાતમાં હવે આગામી ઉનાળામાં પાણીનું સંકટ નહિ આવે તેવુ લાગી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પણ 57.52 ટકા ભરાઈ ગયો છે. છેલ્લા બે સપ્તાહમાં 33.49 ટકા જળસંગ્રહ વધ્યો છે.
તો બીજી તરફ આંકડા પર નજર કરીએ તો, 207 જળાશયોમાં જળસંગ્રહ 46.57 ટકા થયો છે. ગુજરાતના 207 માંથી 22 ડેમ ઓવરફ્લો થયા છે. સૌરાષ્ટ્રના 15, કચ્છના 6 ડેમ ઓવરફ્લો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 51.70 ટકા પાણી ભરાયા છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 29.83 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 35.40 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 53.16 ટકા પાણી ભરાયું છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં 57.12 ટકા પાણી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.