હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
- ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ગુજરાતમાં છેલ્લા ત્રણ માસમાં જરૂરિયાતમંદ દરદીઓને વિવિધ રોગોની સારવાર માટે કુલ રૂા. 11.62 કરોડની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે. જેમાં એપ્રિલ મહિનામાં રૂા. 80.31 લાખ, મે મહિનામાં રૂા. 42.86 લાખ અને જૂન-2021માં રૂા. 1039.48 લાખ એમ ત્રણ માસમાં કુલ રૂા. 11.62 કરોડની રકમ આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એપ્રિલ મહિનામાં કેન્સરની સારવાર માટે રૂા. 1 લાખ, કીડની માટે રૂા. 2.33 લાખ, લીવર માટે રૂા. 12.99 લાખ, થેલેસેમિયાની સારવાર માટે રૂા. 13.99 લાખ જ્યારે કોરોના વોરિયર્સ માટે રૂા. 50 લાખ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે મે માસમાં કેન્સર માટે રૂા. 1 લાખ, કીડની માટે રૂા. 6 લાખ, લીવર માટે રૂા. 4.33 લાખ, થેલેસેમિયા માટે રૂા. 3.33 લાખ, કોરોના વોરિયર્સ માટે રૂા. 25 લાખ અને અન્ય રૂા. 3.20 લાખ એમ કુલ રૂા. 42.86 લાખની રકમ ચૂકવવામાં આવી છે..
આ ઉપરાંત જૂન-2021માં કીડનીની સારવાર માટે રૂા. 2.50 લાખ, લીવર માટે રૂા. 12.99 લાખ, થેલેસેમિયા માટે રૂા. 11.99 લાખ, કોરોના વોરિયર્સ માટે રૂા. 1010 લાખ તેમજ અન્ય માટે રૂા. 2 લાખ એક કુલ રૂા. 1039.48 લાખની રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે તેમ મહેસૂલ વિભાગની યાદીમાં જણાવ્યું છે.