હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહે તેવી સંભાવના છે. તો આવતી કાલેથી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની શરુઆત થાય તેવી સંભાવના છે. 7 જુલાઈ એ સમગ્ર રાજ્યમાં અત્યંત ભારે વરસાદ રહે તેવી સંભાવના છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ખાબકવાની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં 7 જુલાઈના રોજ ભારે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં 7 જુલાઈએ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને વરસાદી માહોલ રહેશે. તો 5 જુલાઈએ જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી, દિવ અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ , દાદરાનગર હવલી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 જુલાઈએ અમરેલી,ભાવનગરમાં રેડ એલર્ટ
તો આ તરફ 6 જુલાઈએ જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આ તરફ વલસાડ,દમણમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે. 7 જુલાઈએ અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,તાપી, ડાંગ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી,દમણ અને વલસાડ માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
બીજી તરફ 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. તો બીજી તરફ મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયુ છે. આ સાથે જ 9 જુલાઈએ કચ્છ,દ્વારકા , જામનગર, મોરબી,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.