હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. સીએમ એકનાથ શિંદેએ શરદ પવાર સાથે ફોન પર ચર્ચા કરી છે.
મહારાષ્ટ્રના રત્નાગિરીના બારસુ વિસ્તારમાં બની રહેલા રિફાઈનરી પ્રોજેક્ટને લઈને ગઈકાલે સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. આ પછી, ઠાકરે જૂથના સાંસદ કહ્યું હતું કે શિંદે સરકાર સ્થાનિક લોકોને ડરાવીને રિફાઇનરી પ્રોજેક્ટને બળજબરીથી લાવી રહી છે. જલિયાવાલા બાગ જેવુ વાતાવરણ સર્જયુ છે. પરંતુ શરદ પવારે આ પ્રોજેક્ટ અંગે સકારાત્મક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે વિકાસનું કામ કરતી વખતે સ્થાનિક લોકોને વિશ્વાસમાં લો. આ પછી તેમણે એકનાથ શિંદે સરકારમાં ઉદ્યોગ મંત્રી ઉદય સામંત સાથે ફોન પર ચર્ચા કરી હતી .
ઉદય સામંત શરદ પવારને પણ મળ્યા હતા. આ પછી હવે સીએમ એકનાથ શિંદે અને શરદ પવાર વચ્ચે ફોન પર ચર્ચાના સમાચાર સામે આવ્યા છે. આ ચર્ચા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ થઈ ગઈ છે. ફોન પર શું વાત થઈ તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું શરદ પવાર બારસુમા સ્થાપિત થનારી રિફાઈનરી પ્રોજેક્ટમાં મધ્યસ્થી કરવા આગળ આવી રહ્યા છે? કે પછી શરદ પવારના ભત્રીજા અજિત પવાર ભાજપના સંપર્કમાં હોવાનું કહેવાય છે તેથી એકનાથ શિંદે અને શરદ પવાર વચ્ચે અલગ ખીચડી રંધાઈ રહી છે?
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.