હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
અમદાવાદ શહેરમાં ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું.ડ્રગ્સનું હબ કહેવાતા રાજસ્થાનના નાગોરથી એસ.ટી બસમાં ડ્રગ્સની હેરાફેરીનું નેટવર્ક ચાલતું હતું.એસ.ઓ.જી ક્રાઇમએ એક આરોપી ધરપકડ કરી ડ્રગ્સનો જથ્થો પકડ્યો છે. જેમાં ક્રાઇમ એસ.ઓ.જીની ગિરફતમાં રહેલ જાવેદ અન્સારી ડ્રગ્સની હેરાફેરી કરતા એસ.ઓ.જી હાથે ઝડપાયો છે.એસ.ઓ.જીની ટીમને બાતમી મળી હતી કે રામોલ ડી માર્ટ નજીક ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે.

સોહેલ રોઝા નામનો શખ્સ પણ ડ્રગ્સની હેરાફેરી માટે આવ્યો હતો
આ બાતમીના આધારે રેડ કરતા જાવેદ અન્સારી ઝડપાયો તેની પાસેથી 40 ગ્રામ એમ.ડી ડ્રગ્સની જેની કિંમત ચાર લાખ રુપિયા થાય છે આ ડ્રગ્સનો જથ્થો એસ.ઓ.જી જપ્ત કર્યો.એસ.ઓ.જીની તપાસમાં આરોપી જાવેદ એક ટ્રીપના 5 હજાર રૂપિયા કમિશન મેળવતો હોવાનું ખુલ્યું છે. આ આરોપી જાવેદની સાથે સોહેલ રોઝા નામનો શખ્સ પણ ડ્રગ્સની હેરાફેરી માટે આવ્યો હતો પરંતુ એસ.ઓ.જી રેડ કરતા ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ડ્રગ્સ મામલે નાગોર અને પાલીના કનેક્શન લઈ આરોપીની પૂછપરછ શરૂ
જેમાં પકડાયેલ આરોપીની તપાસમાં રાજસ્થાન ના નાગોર વિસ્તારમાં ડ્રગ્સના હેરાફરીનું નેટવર્ક ચાલતું હોવાનો ખુલાસો થયો છે..નાગોર ડ્રગ્સનું હબ કહેવામાં આવે છે..જેથી છેલ્લા ઘણા સમયથી રાજસ્થાન નાગોરથી જ ડ્રગ્સ અમદાવાદમાં ઘુસાડવાના નેટવર્ક સામે આવ્યું છે..આરોપી જાવેદ પણ એસટી બસ મારફતે નાગોર થી અમદાવાદ આવતો હતો અને અમદાવાદના ડ્રગ્સ પેડલરોને ડ્રગ્સનો જથ્થો આપતો હતો..જેની એક ટ્રીપના તેને 5 હજાર રૂપિયા મળતા હતા.હાલ એસ.ઓ.જી દ્વારા ડ્રગ્સ મામલે નાગોર અને પાલીના કનેક્શન લઈ આરોપીની પૂછપરછ શરૂ કરાઇ છે.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.