હીરાની ફેક્ટરીઓ ચાલુ રહે તે માટે બારીક હીરાના કામકાજમાં વધારો..
6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત સાથે તેને જામીન આપવામાં આવ્યા છે. 72 દિવસના જેલવાસ બાદ અંતે દેવાયત ખવડને જામીન મળ્યા છે.અંતે લોક ગાયક દેવાયત ખવડને હાઇકોર્ટે રાહત આપી છે. હાઇકોર્ટે દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા છે. 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત સાથે તેને જામીન આપવામાં આવ્યા છે. 72 દિવસના જેલવાસ બાદ અંતે દેવાયત ખવડને જામીન મળ્યા છે. દેવાયત ખવડ લગભગ અઢી મહિના કરતા વધુ સમયથી જેલમાં બંધ છે. ત્યારે આખકે દેવાયત ખવડને હાઇકોર્ટને શરતી જામીન મળ્યા છે.
અગાઉ હાઈકોર્ટમાં જામીન માટે કરી હતી અરજી
આ અગાઉ દેવાયત ખવડે નિયમિત જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી હતી અને કેસમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ અરજી કરી શકાશે તેવી હાઈકોર્ટે છૂટ આપી હતી. મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ છેલ્લા અઢી મહિનાથી જેલમાં બંધ છે. એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ 307ના ગુનામાં દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. દેવાયત ખવડ સાથે તેના બે સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
લિંક પર ક્લિક કરીને જોડાઓ kamdarsamachar.com સાથે.
વધુ માહિતી મેળવવા માટે અમને facebook, instagram માં ફોલો કરી શકો છો.